Not Set/ પશ્ચિમ બંગાળમાં ભાજપનાં નેતાની લટકતી મળી લાશ, પરિવારે કર્યો હત્યાનો આક્ષેપ

ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્ય દેવેન્દ્ર નાથ રોય સોમવારે સવારે ઉત્તર બંગાળનાં ઉત્તર દિનાજપુરમાં તેમના ઘર નજીક મૃત હાલતમાં મળી આવ્યા હતા. ભાજપનાં ધારાસભ્યનો મૃતદેહ હેમતાબાદનાં બોંડોલ સ્થિત તેમના ઘરની નજીકની દુકાનની અટારીમાં લટકતો મળ્યો હતો. પરિવારનાં સભ્યોએ હત્યાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ ટીએમસી પર હત્યાનો આરોપ લગાવીને ભાજપે સીબીઆઈ તપાસની માંગ કરી છે. […]

India
0f7db94d612e9b4fcdd59c2478d4ee52 1 પશ્ચિમ બંગાળમાં ભાજપનાં નેતાની લટકતી મળી લાશ, પરિવારે કર્યો હત્યાનો આક્ષેપ
0f7db94d612e9b4fcdd59c2478d4ee52 1 પશ્ચિમ બંગાળમાં ભાજપનાં નેતાની લટકતી મળી લાશ, પરિવારે કર્યો હત્યાનો આક્ષેપ

ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્ય દેવેન્દ્ર નાથ રોય સોમવારે સવારે ઉત્તર બંગાળનાં ઉત્તર દિનાજપુરમાં તેમના ઘર નજીક મૃત હાલતમાં મળી આવ્યા હતા. ભાજપનાં ધારાસભ્યનો મૃતદેહ હેમતાબાદનાં બોંડોલ સ્થિત તેમના ઘરની નજીકની દુકાનની અટારીમાં લટકતો મળ્યો હતો. પરિવારનાં સભ્યોએ હત્યાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ ટીએમસી પર હત્યાનો આરોપ લગાવીને ભાજપે સીબીઆઈ તપાસની માંગ કરી છે.

પોલીસે તપાસ શરૂ કરી છે. મળી રહેલી માહિતી અનુસાર, કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આસપાસનાં લોકો સ્પષ્ટપણે માને છે કે પહેલા ભાજપનાં ધારાસભ્યની હત્યા કરવામાં આવી હતી અને બાદમાં દુકાનમાંથી મૃતદેહ લટકાવવામાં આવ્યો હતો.