UP Election/ UP માં યોગીનો ખેલ બગાડી શકે છે રાકેશ ટિકૈત, મતદારો પાસે જઇને લગાવશે ‘ભાજપને હરાવો’ નાં નારા

કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચીને ખેડૂતોને પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ખેડૂત નેતા રાકેશ ટિકૈત આ અંગે વાત કરવા તૈયાર હોય તેવું લાગતું નથી.

Top Stories India
યોગી અને રાકેશ ટિકૈત

દેશમાં કૃષિ કાયદાને પરત ખેંચવાના નિર્ણય બાદથી ચર્ચા થઇ રહી છે કે આ કાયદાઓ પરત લેવા પાછળ મોદી સરકારનો એક અંગત સ્વાર્થ છે. આવતા વર્ષે યુપીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, અને યુપીની વિધાનસભાની ચૂંટણીને લોકો 2024 ની લોકસભાની ચૂંટણીનું સેમિફાઈનલ તરીકે સમજી રહ્યા છે, જે કારણોસર આ કાયદાઓ પરતચ ખેંચવામાં આવ્યા હોવાની ચર્ચાઓ થઇ રહી છે.

યોગી અને રાકેશ ટિકૈત

આ પણ વાંચો – Alert! / કોરોનાનો ખતરો હજુ પૂરી રીતે ટળ્યો નથી, નવા ખતરનાક વેરિઅન્ટથી કેન્દ્ર સરકાર એલર્ટ

આપને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચીને ખેડૂતોને પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ખેડૂત નેતા રાકેશ ટિકૈત આ અંગે વાત કરવા તૈયાર હોય તેવું લાગતું નથી. કૃષિ કાયદા બાદ હવે ભારતીય કિસાન યુનિયનનાં નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, તેઓ ભાજપને હરાવવા માટે ઉત્તર પ્રદેશનાં મતદારો પાસે જશે. ભારતીય કિસાન યુનિયનનાં નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, સરકારે ટૂંક સમયમાં પાક માટે લઘુત્તમ સમર્થન મૂલ્ય (MSP) નક્કી કરવું જોઈએ. હૈદરાબાદ પહોંચેલા રાકેશ ટિકૈતે કહ્યું કે, MSP ખેડૂતોને મદદ કરશે. તેમને આશા છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ મુદ્દે સૂચન કરશે. જે બાદ તેમણે કહ્યું કે તેઓ ભાજપને હરાવવા માટે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા યુપીનાં મતદારો પાસે જશે. તેમણે કહ્યું કે, તેઓ ‘ભાજપને હરાવો’ નાં નારા સાથે યુપીનાં મતદારો પાસે જશે.

યોગી અને રાકેશ ટિકૈત

આ પણ વાંચો – દિલ્હી હાઇકોર્ટ / કેન્દ્ર સરકાર બૂસ્ટર ડોઝ અંગે સ્પષ્ટતા કરે, અમે બીજી લહેર જેવા હાલત નથી ઇચ્છતા…

તેમણે કહ્યું કે, સંયુક્ત કિસાન મોરચામાં કૃષિ કાયદાની સાથે MSP હંમેશા એક મુદ્દો રહ્યો છે. તેમણે કહ્યું કે અમે સરકાર સાથે દરેક બેઠકમાં MSPનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, અમે આ મદ્દે પાછળ નહીં હટીએ. તેમણે કહ્યું કે, સરકારે આ મુદ્દાને જલ્દી ઉકેલવો જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે અમે યુપી ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ નારો આપીશું અને ભાજપ હરાવોના નારા સાથે યુપીનાં મતદારોની વચ્ચે જઈશું. તેમણે કહ્યું કે અમારો પ્રયાસ રહેશે કે ભાજપને ગામડાઓમાં બહિષ્કારનો સામનો કરવો પડે, તેમને પ્રચાર માટે પ્રવેશવા દેવામાં ન આવે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે અમારા વિરોધ માટે હાલ અમારી હડતાળ સમાપ્ત થશે નહીં. ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોનો આંદોલન ચાલુ રહેશે.