ભારતીય હવામાન વિભાગનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. તેનો પ્રોફાઈલ ફોટો પણ કોરો જણાય છે. હેકર્સે તેને હેક કરીને તેના પર NFT ટ્રેડિંગ શરૂ કરી દીધું છે. તે એક પિન કરેલ સંદેશ દર્શાવે છે જે NFT ટ્રેડિંગથી સંબંધિત છે.
તેમાં સંદેશ લખ્યો છે કે, Beanz ઓફિશિયલ કલેક્શનના પ્રકાશન પ્રસંગે, અમે સમુદાયના તમામ સક્રિય NFT વેપારીઓ માટે આગામી 2 કલાક માટે એરડ્રોપ ખોલ્યો છે!
જેના કારણે હેન્ડલ પરથી સતત ટ્વિટ કરવામાં આવી રહી છે અને લોકોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. જોકે, અત્યાર સુધી હેકર્સે કોઈ વાંધાજનક ટ્વીટ કર્યું નથી. તેના પર લોકોનો ઉલ્લેખ અને ટ્વિટ કરવામાં આવી રહી છે.