Not Set/ આતંકવાદીઓને બિરયાની ખવડાવી તમે ઈલુ ઈલુ કર્યું છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

સુરતના વરાછામાં મીની બજાર સરદાર સ્મૃતિ ભવન નજીકથી caaના સમર્થનમાં શહેર ભાજપના દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું પ્રસ્થાન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. જેમાં વોર્ડ નંબર 1ના કોર્પોરેટર હિનાબેન ચૌધરીના લગ્ન હોવા છતાં, તેઓ સીએએને સપોર્ટ કરવા રેલીમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ રેલીના […]

Top Stories Gujarat Surat
daru 1 9 આતંકવાદીઓને બિરયાની ખવડાવી તમે ઈલુ ઈલુ કર્યું છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

સુરતના વરાછામાં મીની બજાર સરદાર સ્મૃતિ ભવન નજીકથી caaના સમર્થનમાં શહેર ભાજપના દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું પ્રસ્થાન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. જેમાં વોર્ડ નંબર 1ના કોર્પોરેટર હિનાબેન ચૌધરીના લગ્ન હોવા છતાં, તેઓ સીએએને સપોર્ટ કરવા રેલીમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ રેલીના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કાશ્મીરમાં આજ દિવસ સુધી તમે લોકોએ આતંકવાદીઓને બિરયાની ખવડાવી તમે આતંકવાદીઓ સાથે ઈલુ ઈલુ કર્યું છે અને આ દેશને નબળો કર્યો છે.

મહત્વનું છે કે, વરાછા મીની બજારથી caaના સમર્થનમાં યોજાયેલી રેલીનું પ્રસ્થાન મુખ્યમંત્રી રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સીએમ રેલીમાં જોડાયા હતા.આ રેલીમાં મોટી સંખ્યામાં સીએએને સપોર્ટ કરતા બેનરો સાથે લોકો જોડાયા હતા અને રેલીમાં ભારત માતા કી જયના નારાઓ લગાવવામાં આવ્યા હતા.

રેલીમાં મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલના સાનિધ્યમાં સીએએના સમર્થનામાં રેલી યોજાઈ છે. ભાજપે લોકસભાની ચૂંટણી પહેલા ઘોષણપત્રમાં જે સીએએ, 370ની કલમ જેવા વાયદોઓ કર્યા તે તમામ પૂર્ણ કર્યા છે. સીએએના વિરોધીઓને આ રેલી જવાબરૂપ છે. આ દેશના ટુકડા ટુકડા થાય તે માટે કોંગ્રેસ અને અન્ય વિરોધીઓ સીએએ મુદ્દે ખોટા પ્રચાર કરી, લોકોને ગેરમાર્ગે દોરી મુસલમાનોને આગળ કરી વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ માત્ર વોટબેંકની રાજનિતી કરે છે.

વધુમાં જણાવ્યું હતું કે, મારે કોગ્રેસને સીધો સવાલ પૂછવો છે કે, તમે કેટલા વખત લોકશાહીનું હનન કર્યું છે તેનો હિસાબ આપો. 650 દિવસ કટોકટી લગાવીને આ દેશને જેલ બનાવી દેશના તમામ સ્તંભો તોડી નાખ્યા છે. દેશની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તમે વાત કરો છો કે આ દેશમાં વિરોધ કરવો અટલે દેશદ્રોહી કહેવાય તમે વોટબેંકની રાજનિતીના આધાર પર દેશ વિરોધીઓને પ્રોત્સાહન આવ્યું છે તેનો હિસાબ આપો.

બોમ્બેમાં બોમ્બ ધડાકા થયા ત્યારે ક્યા ગયા હતા. આપણા જવાનોએ જે વિરતા પ્રદર્શિત કરી હતી તમે તેની નિંદા કરવા નીકળ્યા હતા. કાશ્મીરમાં આજ દિવસ સુધી તમે લોકોએ આતંકવાદીઓને બિરયાની ખવડાવી તમે આતંકવાદીઓ સાથે ઈલુ ઈલુ કર્યું છે અને આ દેશને નબળો કર્યો છે. જે ભાષા રાહુલ ગાંધી બોલે છે, જે ભાષા કેજરીવાલ બોલે છે, જે ભાષા મમતા બોલે છે આ બધા ચોર ચોર મોસેરા ભાઈઓ છે, બધા એક સાથે દેશ મજબૂત ન થાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે. સીએએમાં અમે વારંવાર કહ્યું છે કે કોઈનું નાગરિકત્વ લેવાની વાત નથી નાગરિકત્વ આપવાની વાત છે.

ઉલ્લખનીય છે કે વરાછાના મીની બજારથી શરૂ ખનાર રેલીનું હીરાબાગ સર્કલ પર સમાપન થયું હતું.આ રેલીમાં મુખ્યમંત્રી રૂપાણી, પ્રભારી કૌશિક પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સીએમની હાજરીના કારણે રેલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.સીએએના સમર્થનમાં રેલીના વરાછા વિસ્તારમાં ઠેર ઠેર બેનર લગાવવામાં આવ્યા હતા.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.