Not Set/ દેશમાં તીડનું તાંડવ, ઘણા રાજ્યોમાં ખેડૂતો બન્યા ચિંતિત, સરકારે ડ્રોનથી છંટકાવની આપી પરવાનગી

દુનિયાનાં મોટાભાગનાં દેશોને કોરોનાથી મોટુ નુકસાન થયુ છે ત્યા સહિત ભારત જ્યા એક તરફ કોરોના જેવી મુસિબતનો સામનો કરી રહ્યુ છે અને બીજી તરફ તીડનો કહેર દિવસો જતા વધી રહ્યો છે. તીડનાં પ્રકોપથી દેશનાં ઘણા રાજ્યોમાં ખેડૂતોની તકલીફોમાં વધારો થયો છે. આ ટોળાએ રાજસ્થાનમાં લગભગ એક લાખ હેક્ટર વિસ્તારમાં પાકનો નાશ કર્યો છે. ગુજરાત, મધ્યપ્રદેશ, […]

India
1473069d7c92dcc1c8915ce76b2c3ee5 1 દેશમાં તીડનું તાંડવ, ઘણા રાજ્યોમાં ખેડૂતો બન્યા ચિંતિત, સરકારે ડ્રોનથી છંટકાવની આપી પરવાનગી

દુનિયાનાં મોટાભાગનાં દેશોને કોરોનાથી મોટુ નુકસાન થયુ છે ત્યા સહિત ભારત જ્યા એક તરફ કોરોના જેવી મુસિબતનો સામનો કરી રહ્યુ છે અને બીજી તરફ તીડનો કહેર દિવસો જતા વધી રહ્યો છે. તીડનાં પ્રકોપથી દેશનાં ઘણા રાજ્યોમાં ખેડૂતોની તકલીફોમાં વધારો થયો છે. આ ટોળાએ રાજસ્થાનમાં લગભગ એક લાખ હેક્ટર વિસ્તારમાં પાકનો નાશ કર્યો છે. ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશનાં ઘણા જિલ્લાઓને પણ આની મોટી અસર થઈ છે. હવે તેનો ભય બિહાર, હરિયાણા અને મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે.

દરમિયાન, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ડ્રોનથી જંતુનાશક દવાનાં છંટકાવની શરતી મંજૂરી આપતા આ માટે બે કંપનીઓને નક્કી કરી છે. વળી, કેન્દ્રિય કૃષિ મંત્રાલયે રાજસ્થાનને 14 કરોડ અને ગુજરાતને તીડનાં નિયંત્રણ માટે 1.80 કરોડ જાહેર કર્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયનાં જણાવ્યાં અનુસાર મહારાષ્ટ્રમાં રાજસ્થાનનાં 20 જિલ્લાઓ, મધ્યપ્રદેશમાં 18, પંજાબનો એક જિલ્લો અને ગુજરાતમાં બે જિલ્લાનો સમાવેશ થાય છે. વનસ્પતિ સંરક્ષણ, સંસર્ગનિષેધ અને સંગ્રહ સંગઠન, ફરીદાબાદ સતત દેખરેખ રાખી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, જ્યા એક તરફ દેશમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે ત્યા બીજી તરફ તીડનો પ્રકોપથી સરકાર અને ખાસ કરીને ખેડૂત ચિંતામાં મુકાઇ ગયા છે. ચિંતાનું કારણ એઠલા માટે પણ છે કે આ તીડ મોટા સમૂહમાં આવે છે અને કહેવાય છે કે એક ટોળુ લગભગ 200 ટન પાક ચટ કરી શકે છે. ત્યારે ખેડૂતોની રાત-દિવસની મહેનત જે તેણે ખેતરમાં સારા પાક માટે કરી હોય તે પૂરી રીતે નિષ્ફળ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.