ઓડિશાના બાલાસોરમાં ભીષણ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 280 કરતા વધુ લોકોના મોત થયા છે. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ પીએમ મોદીએ બચાવ કાર્યની જાણકારી લીધી અને ત્યાં હાજર અધિકારીઓ સાથે વાત કરી.
પીએમ મોદીએ મંત્રીને સ્થળ પરથી લગાવ્યો ફોન
અકસ્માતના સ્થળે પીએમ મોદીએ ચાલી રહેલા રાહત કાર્યની સમીક્ષા કરી અને આ દરમિયાન તેમને એક થઈને કામ કરવા કહ્યું. પીએમ મોદી પણ ઘટનાસ્થળે મોબાઈલ ફોન પર વાત કરતા જોવા મળ્યા હતા. PM એ કેબિનેટ સચિવ અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે ફોન પર સીધી વાત કરી. તેમણે અધિકારીઓને લોકોની સારી સારવાર માટે વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો.
પીએમ મોદીએ અધિકારીઓને ઘાયલો અને તેમના પરિવારોને તમામ જરૂરી મદદ આપવાનો આદેશ આપ્યો છે. અકસ્માતનો સંયુક્ત તપાસ અહેવાલ સામે આવ્યો છે, જેમાં આ ભયાનક ઘટના પાછળ સિગ્નલ સંબંધિત ખામી સામે આવી છે.
પીએમ મોદી ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચ્યા
ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ પીએમ મોદી બાલાસોરની હોસ્પિટલમાં પહોંચ્યા જ્યાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે. પીએમ મોદીને જયારે કેટલાક ઘાયલ મુસાફરોની વચ્ચે પહોંચ્યા ત્યારે ઘાયલ થયેલા લોકો ભાવુક થઈ ગયા અને ત્યાં જ રડવા લાગ્યા. પીએમ મોદીએ હોસ્પિટલમાં દાખલ ઘાયલોને સાંત્વના આપી. તેઓ ત્યાં લાંબો સમય રોકાયા અને ડોક્ટરો પાસેથી ઘાયલોની સારવાર વિશે પણ માહિતી લીધી.
સિગ્નલની સમસ્યાને કારણે અકસ્માત
આ ભીષણ અથડામણ બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે અકસ્માતનો સંયુક્ત તપાસ રિપોર્ટ બહાર આવ્યો છે. આ તપાસ રિપોર્ટમાં આ ભયાનક ઘટના પાછળ સિગ્નલ સંબંધિત ખામી સામે આવી છે.
રિપોર્ટ અનુસાર, માલગાડી બહાનગા બજાર સ્ટેશન પર લૂપ લાઇનમાં ઉભી હતી. આ દરમિયાન ચેન્નાઈથી હાવડા જઈ રહેલી 12841 કોરોમંડલ એક્સપ્રેસ બહાનગા બજાર સ્ટેશન પહોંચી હતી. બીજી ટ્રેન પસાર કરવા માટે દરેક સ્ટેશન પર લૂપ લાઇન છે. બહાનગા બજાર સ્ટેશન પર બે લૂપ લાઇન છે, ઉપર અને નીચે. જ્યારે સ્ટેશન પરથી ટ્રેન પસાર કરવાની હોય ત્યારે કોઈપણ ટ્રેનને લૂપ લાઇન પર ઊભી રાખવામાં આવે છે.
બહાનગા બજાર સ્ટેશન પર કોરોમંડલ એક્સપ્રેસ અને યશવંતપુર હાવડા એક્સપ્રેસને પસાર કરવા માટે, માલસામાન ટ્રેનને સામાન્ય લૂપ લાઇન પર ઊભી કરવામાં આવી હતી. કોરોમંડલ એક્સપ્રેસ મુખ્ય અપ લાઇન પરથી તેજ ગતિએ પસાર થઈ રહી હતી. તે સમયે યશવંતપુર-હાવડા એક્સપ્રેસ પણ ડાઉન લાઇન પરથી પસાર થઈ રહી હતી.
બહાનગા બજાર સ્ટેશન પર આ ટ્રેનોનું કોઈ સ્ટોપેજ નથી. આવી સ્થિતિમાં બંને ટ્રેનોની સ્પીડ ઝડપી હતી. બહાનગા બજાર સ્ટેશન પરથી પસાર થઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. પાટા પરથી ઉતરેલી કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક ડબ્બા માલસામાન ટ્રેન સાથે અથડાયા હતા. અકસ્માત સમયે ડાઉન લાઇન પરથી પસાર થઈ રહેલી યશવંતપુર-હાવડા એક્સપ્રેસના પાછળના બે ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયેલી કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાયા હતા.
રેલવે તરફથી મળેલી માહિતી અનુસાર, ટ્રેન નંબર 12864 યશવંતપુર-હાવડા એક્સપ્રેસના પાછળના બે ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયા હતા. કોરોમંડલ એક્સપ્રેસના 21 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા અને ત્રણ કોચ ડાઉન લાઇન પર પટકાયા હતા. આ અકસ્માત ભુવનેશ્વર રેલ્વે સ્ટેશનથી લગભગ 171 કિલોમીટર અને ખડગપુર રેલ્વે સ્ટેશનથી લગભગ 166 કિલોમીટર દૂર બાલાસોર જિલ્લાના બહંગા બજાર સ્ટેશન પર થયો હતો.
તાત્કાલિક રાહત વાન મોકલી
દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે વિભાગ હરકતમાં આવ્યું હતું. રેલવેના જણાવ્યા અનુસાર, માહિતી મળતાની સાથે જ અકસ્માત રાહત મેડિકલ વાન તેમજ અકસ્માત રાહત ટ્રેનને ઘટનાસ્થળે મોકલવાના આદેશ આપવામાં આવ્યા હતા. ખડગપુર, ભદ્રક, ટાટાનગર, સંતરાગાચી, ખુરદારોડ અને બાલાસોર સ્ટેશનોથી અકસ્માત રાહત ટ્રેનો અને અકસ્માત રાહત મેડિકલ વાન ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
કોરોમંડલ એક્સપ્રેસમાં 1200 થી વધુ મુસાફરો હતા
ભદ્રકથી અકસ્માત રાહત મેડિકલ વાન રાત્રે 8.30 કલાકે ઘટનાસ્થળે પહોંચી હતી. દુર્ઘટનાનો ભોગ બનેલી ટ્રેનમાં કેટલા મુસાફરો સવાર હતા તેની માહિતી પણ રેલવે દ્વારા આપવામાં આવી છે. રેલ્વે અનુસાર, કોરોમંડલ એક્સપ્રેસમાં 1257 મુસાફરોએ ટિકિટ બુક કરાવી હતી, જ્યારે 1039 મુસાફરો રિઝર્વેશન કર્યા પછી યશવંતપુર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા.
આ પણ વાંચો: આ છે ભારતના 10 મોટા ટ્રેન અકસ્માત, ‘12 વર્ષના ઈતિહાસમાં કોરોમંડલ ટ્રેન એક્સિડન્ટ’માં સૌથી વધુ મૃત્યુ
આ પણ વાંચો:‘વિપક્ષ તમારા રાજીનામાની માગ કરી રહ્યો છે’… રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ સવાલ પર જાણો શંં કહ્યું
આ પણ વાંચો:ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા ટ્રેન અકસ્માત
આ પણ વાંચો:બહેનની સળગતી ચિતા પર ભાઈએ માર્યો કૂદકો…જાણો શું હતું કારણ
આ પણ વાંચો:ક્યારેય નહીં જોયો હોય આવો અકસ્માતઃ એન્જિન જ ગૂડ્સ ટ્રેન પર ચઢી ગયું