Not Set/ ટીવી અભિનેત્રીને ઘર ચલાવવા કરવુ પડ્યુ આ કામ, જાણી ચોંકી જશો આપ

જીવનમાં હંમેશાં બધું સારું થાય તે જરૂરી નથી, જીવનમાં ઘણા પ્રકારનાં ઉતાર-ચઢાવ જોવા મળે છે. કેટલીકવાર સારો સમય હોય છે તો ક્યારેક ખરાબ સમય પણ આવે છે. આવું જ કંઈક તાજેતરમાં ટીવી અભિનેત્રી નૂપુર અલંકારનાં જીવનમાં બની રહ્યું છે. તેને આ સમયે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેની પાસે દૈનિક ખર્ચ માટે પણ […]

Top Stories India
pjimage 2019 10 09T183136.771 ટીવી અભિનેત્રીને ઘર ચલાવવા કરવુ પડ્યુ આ કામ, જાણી ચોંકી જશો આપ

જીવનમાં હંમેશાં બધું સારું થાય તે જરૂરી નથી, જીવનમાં ઘણા પ્રકારનાં ઉતાર-ચઢાવ જોવા મળે છે. કેટલીકવાર સારો સમય હોય છે તો ક્યારેક ખરાબ સમય પણ આવે છે. આવું જ કંઈક તાજેતરમાં ટીવી અભિનેત્રી નૂપુર અલંકારનાં જીવનમાં બની રહ્યું છે. તેને આ સમયે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેની પાસે દૈનિક ખર્ચ માટે પણ પૈસા બચ્યા નથી.

Image result for nupur

નૂપુરનું ખાતુ પણ આ બેન્કમાં છે, જેના કારણે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નૂપુરે આ વિશે કહ્યુ કે, “હું એક મોટી નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છું.” મારી પાસે અન્ય બેન્કોમાં પણ ખાતા હતા, જે મેં થોડા વર્ષો પહેલા આ બેન્કમાં ટ્રાન્સફર કર્યા હતા. ‘મને શું ખબર હતી કે મારા કુટુંબનાં સભ્યો- માતા, બહેન, પતિ, ભાભી અને સસરા અને મારા જીવનની બચતને કઇક આવી રીતે સ્થિર કરી દેવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ખાતા ધારકોની ઉપાડની મર્યાદા ઘટાડીને 1000 કરી દીધી હતી અને બાદમાં તેને વધારીને 10,000 અને પછી વ્યક્તિ દીઠ 25,000 કરી દીધી. પરંતુ તે રકમ છ મહિનામાં ફક્ત એક જ વાર નિકાળી શકાય છે.

nupur 1 ટીવી અભિનેત્રીને ઘર ચલાવવા કરવુ પડ્યુ આ કામ, જાણી ચોંકી જશો આપ

નૂપુરે કહ્યું, ‘પૈસા વિના કેવી રીતે સર્વાઇવ કરી શકાય? મારે હવે મારું ઘર મોર્ગેજ કરવું જોઈએ? મારી પોતાની કમાણી પર પ્રતિબંધ કેમ? હું આવકવેરો ભરું છું, તો હું આજે આ રીતે સર્વાઇવ કેમ કરું છું? ‘તાજેતરમાં જ એક નોટિસ જાહેર કરવામાં આવી હતી કે, બાળકોનાં શિક્ષણ અથવા તબીબી કટોકટીનાં કિસ્સામાં અમે 50,000 થી એક લાખ સુધી નિકાળી શકીએ છીએ. પરિવારનો એક સભ્ય ગંભીર હતો, પરંતુ અમે તેને હોસ્પિટલમાં દાખલ કરી શકતા નથી. હવે અમે એક નર્સ રાખી છે. આ સિવાય, અમારા કોઈપણ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ કામ નથી કરી રહ્યા. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, રોજિંદા ખર્ચને પહોંચી વળવા તેણે પોતાના ચાંદી અને સોનાનાં ઝવેરાત પણ વેચી દીધા છે.

nuppur ટીવી અભિનેત્રીને ઘર ચલાવવા કરવુ પડ્યુ આ કામ, જાણી ચોંકી જશો આપ

આપને જણાવી દઇએ કે ભારતીય રિઝર્વ બેંકે 24 સપ્ટેમ્બરે પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેન્કને નોટીસ ફટકારી હતી. આરબીઆઈએ પીએમસી બેન્ક પર છ મહિનાનાં વ્યવહારો સહિત વિવિધ નિયંત્રણો લગાવી દીધા. આરબીઆઈનાં આદેશ બાદ, પીએમસી બેન્ક કોઈ નવી લોન આપી શકશે નહીં અને કોઈ પણ ગ્રાહક બેન્કમાંથી 25,000 રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.