Not Set/ આવુ વૈમનસ્ય ફેલાવતા નેતાને સજા કેમ ન થવી જોઇએ ? જાણો કેવા આગમાં ઘી હોમતા નિવેદનો કરાઇ રહ્યા છે

કર્ણાટકનાં મંત્રી સી.ટી. રવિ દ્વારા કોંગ્રેસનાં યુટી ખદેરને ટાંંકીને મોટુ અને વિવાદાસ્પદ નિવેદન કરવમાં આવ્યું છે. સી.ટી. રવિએ કહ્યુ હતુ કે, જો તેને(યુટી ખદેર) યાદ ન હોય, તો તે યાદ કરી શકે છે કે, જયારે ગોધરામાં આગ લગાવી હતી અને કારસેવકોને માર્યા ગયા હતા. અને પછી શું થાયું હતું. આવી માનસિકતાથી બહુમતીની ધીરજ જ્યારે ખુટી […]

Top Stories India
ct ravi khader karnataka આવુ વૈમનસ્ય ફેલાવતા નેતાને સજા કેમ ન થવી જોઇએ ? જાણો કેવા આગમાં ઘી હોમતા નિવેદનો કરાઇ રહ્યા છે

કર્ણાટકનાં મંત્રી સી.ટી. રવિ દ્વારા કોંગ્રેસનાં યુટી ખદેરને ટાંંકીને મોટુ અને વિવાદાસ્પદ નિવેદન કરવમાં આવ્યું છે. સી.ટી. રવિએ કહ્યુ હતુ કે, જો તેને(યુટી ખદેર) યાદ ન હોય, તો તે યાદ કરી શકે છે કે, જયારે ગોધરામાં આગ લગાવી હતી અને કારસેવકોને માર્યા ગયા હતા. અને પછી શું થાયું હતું. આવી માનસિકતાથી બહુમતીની ધીરજ જ્યારે ખુટી જાય છે, ત્યારે તેનું પરિણામે ખૂબ દર્દનાક હોય છે. કર્ણાટક ભાજપનાં નેતા રવિ દ્વારા આ વાત કોંગ્રેસનાં નેતા દ્વારા કરવામાં આવેલા એક વિધાનનાં સંદર્ભમાં કહેવામાં આવી હતી.

આપને જણાવી દઇએ કે, કોંગ્રેસ નેતા યુટી ખાદરે 17 ડિસેમ્બરે કહ્યું હતું કે, ‘દેશ જ્વાળાઓમાં છે, પરંતુ કર્ણાટક શાંતિનું એક ટાપુ છે. હું કર્ણાટકના મુખ્યમંત્રીને ચેતવણી આપી રહ્યો છું કે, જો તમે અહીં(કર્ણાટકમાં) નાગરિકતા અધિનિયમ લાગુ કરશો, તો કર્ણાટકને સિન્ડરોની જેમ વિનાશક જોવામાં પણ આવશે.

પ્રજા, દેશને જે રાજકારણીઓને હાથે સોંપે છે. તે રાજકરાણીઓ અને ખાસ કરીને સરકારનાં મંત્રી અને વિરોધ પક્ષોમાં કહેવાતી જવાબદારી વહન કરી રહેલા નેતા જ્યારે આવી વાતો જાહેરમાં કરે છે, ત્યારે ચોક્કસ પણે વૈમનસ્ય ફેલાય જ છે. રાજ નેતા પોતે ઓપિન્યન લિડર હોવાનાં કારણે તેના પ્રત્યેક વિધાન સમાજમાં એક મત સંગ્રહિત કરે છે અને આગળ જતા સમાજ તે મત અનુસરે પણ છે. ત્યારે જનાત વચ્ચે વૈમનસ્ય ઉભું કરી રહેલા આવા નેતાની જવાબદેહી કોણ નક્કી કરશે.

દેશભરમાં જ્યારે વિરોધની આગ ફાટેલી છે, દેશનો મોટો ભાગ જ્યારે સળગી રહ્યો છે ત્યારે કર્ણાટકનાં મંત્રી સી.ટી. રવિ અને કોંગ્રેસનાં નેતા યુટી ખદેરને સજા કેમ ન થવી જોઇએ ? પ્રજાએ આ સમયે કોઇ પક્ષની નહિં દેશની વાત વિચારવી જોઇએ અને આવા નેતાને જો કોઇ સરકાર પગલા લેવા અસમર્થ હોય તો યોગ્ય સમયે ન્યાય કરવો જોઇએ, તે દેશનાં ભવિષ્ય માટે ખુબ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.