Not Set/ વડોદરા : લીફ્ટમાં માથુ ફસાઇ જતા મહિલાનું મોત

વડોદરા, વડોદરામાં એક ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું મોત થઇ ગયું હતું.શહેરમાં એક ફેક્ટરીમાં લીફ્ટમાં મહિલાનું માથુ ફસાઇ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ કરૂણ  બનાવ છે સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં બન્યો હતો.શહેરના ચામુંડાનગર વિસ્તારમાં રહેતા સુશીલાબેન વિશ્વકર્મા નામના મહિલા સાફ સફાઇનું કામ કરવા ફેક્ટરી પર ગયા હતા અને પોતાનું કામ પતાવીને […]

Top Stories Gujarat Vadodara
trgt 10 વડોદરા : લીફ્ટમાં માથુ ફસાઇ જતા મહિલાનું મોત

વડોદરા,

વડોદરામાં એક ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું મોત થઇ ગયું હતું.શહેરમાં એક ફેક્ટરીમાં લીફ્ટમાં મહિલાનું માથુ ફસાઇ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ કરૂણ  બનાવ છે સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં બન્યો હતો.શહેરના ચામુંડાનગર વિસ્તારમાં રહેતા સુશીલાબેન વિશ્વકર્મા નામના મહિલા સાફ સફાઇનું કામ કરવા ફેક્ટરી પર ગયા હતા અને પોતાનું કામ પતાવીને તેઓ લિફ્ટમાં જઇ રહ્યાં હતા ત્યારે તેમની સાથે આ દુર્ઘટના થઇ હતી અને તેમનું મોત થઇ ગયું હતુ.

વડોદરાના સરદાર એસ્ટેટમાં રોડ નંબર-5 ઉપર પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી મારૂતિ પ્લાસ્ટિક નામની કંપની આવેલી છે. આ કંપનીમાં આજવા રોડ, ચામુંડાનગરમાં રહેતા 48 કચરા-પોતા કરવા માટેનું કામ કરે છે. સુશીલાબહેન સવારે 8 વાગે તેઓ કંપનીમાં કચરા-પોતા કરવા માટે આવી ગયા હતા. નીચેના ભાગમાં કચરા-પોતાનું કામ પુરૂં કરીને તેઓ કંપનીના ઉપરના માળે કચરા-પોતા કરવા માટે જઇ રહ્યા હતા.

આ દરમિયાન લીફ્ટમાં બેસવા જતાં તેમનુ માથું લિફ્ટમાં ફસાઈ જતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી, જો કે સુશીલાબેનને બચાવી શકાયા ન હતા.ફાયર વિભાગ તથા પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને મહિલાના ફસાયેલા મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસને જાણવા મળ્યું છે કે, ફેક્ટરીમાં ગેરકાયેદસર રીતે લિફ્ટ લગાવવામાં આવી હતી, જેથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.