- વડોદરા: 17 વર્ષીય સગીર વિદ્યાર્થીએ આચર્યું દુષ્કર્મ
- ડિપ્લોમા એન્જી.ના વિદ્યાર્થીનું 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ
- બાળકીને પોતાના ઘરમાં લઈ જઈ સગીરે દુષ્કર્મ આચર્યું
Vadodara News: ગુજરાતમાં એક પછી એક દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે. રોજે રોજ માસૂમ બાળકીઓ હવસખોરાના હાથે પીંખાતી રહે છે. ત્યારે વધુ એક બાળકી હવસનો શિકાર બની છે, સંસ્કારી નગરી વડોદરા ફરી એકવાર શર્મશાર થયું છે. શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી 8 વર્ષની બાળકી પર પાડોશ રહેતા ડિપ્લોમા એન્જી.ના વિદ્યાર્થીએ બાળકીના હાથ બાંધી દઇ મોંઢા પર ટેપ મારી શરીર સંબંધ બાંધનાર 17 વર્ષના કિશોરને ગોત્રી પોલીસે ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા અને ડિપ્લોમા એન્જિયરિંગનો અભ્યાસ કરતો સગીર વિદ્યાર્થી ગત 4 નવેમ્બરના રોજ પાડોશમાં રહેતી 8 વર્ષની બાળકીને તેના ઘરમાં લઇ ગયો હતો સગીરે બાળકીના મોંઢે સેલોટેપ મારી દીધી બાદમાં દોરીથી તેના હાથ બાંધી દીધા હતા અને શારીરિક અડપલાં શરૂ કરી દીધા હતા. અવારનવાર શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. તે દરમિયાન કિશોરના ઘરે એક વ્યક્તિ આવી જતા તેણે બાળકીને છોડી દીધી હતી.
તેણે બાળકીને ધમકી આપી હતી કે, કોઇને કહીશ તો તને લાકડીથી માર મારીશ. ત્યારબાદ બાળકી દોડતી ઘરે જતી રહી હતી. ઘરે ગયા પછી તે સૂનમૂન બેસી રહેતી હતી. બાળકીની માતાને શંકા જતા તેમણે પુત્રીને પૂછતા પુત્રીએ સઘળી હકીકત જણાવી હતી. ગોત્રી પોલીસ સ્ટેશનના પી.આઇ.ટી.એ.દેસાઇએ ગુનો દાખલ કરી 17 વર્ષના કિશોરને ડિટેન કર્યો હતો.
આ પણ વાંચો:પાકિસ્તાની જેલમાંથી 80 ભારતીય માછીમારોને મુક્ત, અટારી વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ કર્યો
આ પણ વાંચો:દિવાળી વેકેશનમાં સહેલાણીઓની પહેલી પસંદ ધારી સફારીપાર્ક
આ પણ વાંચો:બાબરામાં કાળી ચૌદશે મોટું પાપ, માનતા પૂર્ણ કરવા બે પશુઓની બલી ચઢાવાઈ
આ પણ વાંચો:પાણીગેટના PIને આવ્યો હાર્ટ એટેક,એન્જિયો પ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરી