અમદવાદ,
ગુજરાતમાં ઓનલાઈન વેપારમાં વધારો થયો છે, ત્યારે તેની સામે સુરક્ષા લઇને પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. વેપારીઓ જેમ જેમ ઓન લાઈન વેપાર તરફ વળી રહ્યા છે. તો તેની સામે છેતરપિંડીના બનાવો પણ વધી રહ્યા છે.
જેને લઇને વેપારીઓ છેતરપિંડીનો ભોગ ન બને તે માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીસીસીઆઈના પ્રમુખ જૈમિન વસા અને આઈ પી એસ અજય તોમર હાજર રહ્યા હતા. અજય તોમર દ્વારા કેવી રીતે ઓનલાઈન છેતરપીંડીનો ભોગ ના બનવું તેના વિષે ખાસ માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું.
