Punjab News/ ખેડૂતોનું આજે પંજાબ બંધનું એલાન, રેલ્વે સેવા પર થશે અસર

પંજાબ (Punjab)માં આજે ખેડૂતોની હડતાળ છે. ખેડૂતોના પંજાબ બંધની મોટી અસર રેલ ટ્રાફિક પર જોવા મળી રહી છે.

Top Stories India Breaking News

Punjab News: પંજાબ (Punjab)માં આજે ખેડૂતો (Farmer)ની હડતાળ (Strike) છે. ખેડૂતોના પંજાબ બંધની મોટી અસર રેલ ટ્રાફિક  (Railway Traffic)પર જોવા મળી રહી છે. ખેડૂતોના વિરોધને કારણે 221 ટ્રેનો કાં તો રદ કરવામાં આવી છે અથવા તેના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાના નેતૃત્વમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધ સવારે 7 થી સાંજના 4 વાગ્યા સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન તબીબી સંભાળ સહિતની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. પાક માટે MSP ગેરંટી કાયદા સહિત 13 માંગણીઓને લઈને ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે પંજાબ બંધ છે.

પંજાબમાં 200 સ્થળોએ રસ્તાઓ બંધ છે. જલંધર-દિલ્હી નેશનલ હાઈવે અને અમૃતસર-દિલ્હી હાઈવે પર ખેડૂતો બેઠા છે. મોહાલીમાં એરપોર્ટ રોડ બ્લોક કરી દેવામાં આવ્યો છે. પંજાબના મોહાલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લગભગ 600 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

Punjab Bandh By Farmers: Roads Blocked, Train Services Affected - Latest Updates

SGPC સહિત અનેક ધાર્મિક અને સામાજિક સંગઠનોએ પણ આ બંધને સમર્થન આપ્યું છે. એક ખેડૂત નેતાનું કહેવું છે કે પંજાબ બંધ દરમિયાન ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. આ સિવાય કોઈપણ લગ્ન સમારોહમાં જનાર વ્યક્તિ અને પરિવારને રોકવામાં આવશે નહીં. પંજાબમાં શિયાળાની રજાઓને કારણે શાળાઓ પહેલેથી જ બંધ છે. હડતાળના કારણે પંજાબ યુનિવર્સિટીએ સોમવારના બદલે મંગળવારે પરીક્ષાઓ લેવાનો નિર્ણય કર્યો છે. બસ સેવાઓ સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા કહેવામાં આવ્યું છે કે સોમવારે સાંજે 4 વાગ્યા પછી સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે.

આ રેલ સેવાઓને અસર થશે

જણાવી દઈએ કે આ સાથે 15 ટ્રેનો મોડી ચાલી રહી છે જ્યારે 9 ટ્રેનો રોકી દેવામાં આવી છે. દોડાવવામાં આવી રહેલી ટ્રેનોને એવા સ્થળોએ રોકવામાં આવશે જ્યાં રેલવે મુસાફરોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે. ડીઆરએમ ઓફિસ ફિરોઝપુરના અધિકારીઓએ જણાવ્યું કે રેલ્વે મુસાફરો અસરગ્રસ્ત ટ્રેનો વિશે માહિતી મેળવતા રહેશે. આ માટે સ્ટેશનો પર હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવશે અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા સતત માહિતી આપવામાં આવશે.

Farmers Call For Punjab Bandh On December 30: Road, Rail Services Likely To  Be Hit | India News | Zee News

તે જ સમયે, ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલનું ઉપવાસ છેલ્લા 34 દિવસથી ચાલુ છે. ખનૌરીમાં ખેડૂત નેતાઓએ કહ્યું કે તેઓ તેમનો વિરોધ ચાલુ રાખવા માટે ગાંધીવાદી માર્ગને અનુસરી રહ્યા છે અને તે સરકારને નક્કી કરવાનું છે કે તે તેમના નેતાને દૂર કરવા બળનો ઉપયોગ કરવા માંગે છે કે નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જન સૂરજના 4 માંથી 3 ઉમેદવારોનો ક્રિમિનલ રેકોર્ડ, પ્રશાંત કિશોરના દાવા પર ઉઠ્યા સવાલ

આ પણ વાંચો: PM મોદીના ચરણ સ્પર્શ કરીને બિહારનું કર્યું અપમાન, પ્રશાંત કિશોરે નીતિશ કુમારની કરી ટીકા

આ પણ વાંચો: ભાજપ આ રાજ્યોમાં નંબર-1 બનશે’, પ્રશાંત કિશોરે કોંગ્રેસની નબળી કડીનો ઉલ્લેખ કર્યો, ભાજપ 370 બેઠકો જીતી શકશે કે નહીં તે જણાવ્યું