big news/ ખેડાના ઉંઢેલા ગામમાં ગરબા રમતા લોકો પર પથ્થરમારો,પોલીસકર્મી સહિત 6 લોકો ઇજાગ્રસ્ત,આરોપીઓની ધરપકડ કરવામાં આવી

માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી છે. નવરાત્રીના તહેવારમાં ગરબા રમવા બાબતે એક સમુદાયના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો

Top Stories Gujarat
8 4 ખેડાના ઉંઢેલા ગામમાં ગરબા રમતા લોકો પર પથ્થરમારો,પોલીસકર્મી સહિત 6 લોકો ઇજાગ્રસ્ત,આરોપીઓની ધરપકડ કરવામાં આવી
  • ખેડાના માતર નજીક બે જૂથ વચ્ચે અથડામણ
  • ઉઢેલા ગામમાં બે કોમ વચ્ચે અથડામણ સર્જાઇ
  • ગરબા રમવા બાબતે બે કોમ વચ્ચે બબાલ થઇ હતી
  • અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે
  • પોલીસે સ્થિતીને કાબૂમાં લીધી
  • હાલમાં ઉઢેલા ગામમાં ભારેલા અગ્નિજેવી સ્થિતી
  • 6 થી 7 લોકો થયા ઈજાગ્રસ્ત થયા
  • તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી છે. નવરાત્રીના તહેવારમાં ગરબા રમવા બાબતે એક સમુદાયના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. નવરાત્રી દરમિયાન ભાગોળમાં ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.પોલીસે આ હુલો કરનાર કટરપંથીઓની ધરપકડ કરીને જેલાના સળીયા પાછળ ધકેલી દીધા છે.

આ ઘટનાની જાળ પોલીસને થતા ટીમ કાફલા સાથે ઘટનાસ્ળે પહોંચી હતી. પથ્થરમારામાં 6થી 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. Sp, Dysp, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્યા હતા. હાલ ઉંઢેરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ પથ્થરમારામાં બે જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હતા.

ગામમાં જ્યારે નવરાત્રી ચાલી રહી હતી તે સમય દરમિયાન આરીફ અને જહીર તેમની આગેવાનીમાં ટોળું લઇને આવ્યા હતા. આ લોકોએ ગરબામાં અવરોધરૂપ બન્યા હતા. જેથી પહેલા ગામના લીડરોએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે માન્યા ન હતા. આ કટરપંથીઓએ લોકો પર પથ્થરમારો કર્યો હતો. હાલ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.