મોટી જાહેરાત/ ગુજરાતનાં 6 કોર્પોરેશનનાં મેયર પદ માટે રિઝર્વેશન જાહેર

ગુજરાતમાં 6 મહાનગરપોલિકાઓની ચૂંટણનું રણશીંગું ફૂંકાઇ ચૂક્યું છે અને આવતી 21 તારીખે મતદાન બાદ પરિણામો પણ ફટાફટ આવી જશે અને કોઇ ને કોઇ પક્ષ સત્તા પર આવશે જ તે નક્કી છે.

Top Stories Gujarat Others Trending
GUJARAT ગુજરાતનાં 6 કોર્પોરેશનનાં મેયર પદ માટે રિઝર્વેશન જાહેર

ગુજરાતમાં 6 મહાનગરપોલિકાઓની ચૂંટણનું રણશીંગું ફૂંકાઇ ચૂક્યું છે અને આવતી 21 તારીખે મતદાન બાદ પરિણામો પણ ફટાફટ આવી જશે અને કોઇ ને કોઇ પક્ષ સત્તા પર આવશે જ તે નક્કી છે. બરોબર ચૂંટણી પૂર્વે જ ગુજરાતની મહાનગરોની સત્તા મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા છ કોર્પોરેશનનાં મેયર પદ માટે રિઝર્વેશન જાહેર કરી દેવામાં આવ્યા છે.

જાહેર પ્રમાણે છ કોર્પોરેશનનાં મેયર પદ માટે આવી રહેશે રિઝર્વેશન વ્યાવસ્થા

તમામ 6  મહાનગરોમાં બે ટર્મ રહેશે જે, પ્રથમ અઢી અને બાકીના અઢી વર્ષ માટે રિઝર્વેશન હશે.

અમદાવાદમાં પ્રથમ અઢી વર્ષ એસસી મેયર હશે. બીજા અઢી વર્ષ માટે મહિલા અનામત જાહેર કરવામાં આવી છે.
સુરતમાં પ્રથમ અઢી વર્ષ મહિલા અનામચ જાહેર કરેલ છે, જ્યારે બીજા અઢી વર્ષ માટે જનરલ અનામત છે.
વડોદરામાં પ્રથમ અઢી વર્ષ જનરલ અને બીજા અઢી વર્ષ માટે મહિલા અનામત જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ બેકવર્ડ ક્લાસનાં મેયર અને બીજા અઢી વર્ષ માટે મહિલા અનામત જાહેર થયેલ છે.
ભાવનગરમાં પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત અને બીજા અઢી વર્ષ માટે બેકવર્ડ ક્લાસનાં મેયર સત્તા સંભાળશે
જામનગર માટે પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત અને બીજા અઢી વર્ષ માટે એસસી પદ્દાધિકારી મેયર રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…