Not Set/ બેંક મર્જરની મામલે કર્મચારીનો દેશ વ્યાપી વિરોધ, જાણીલો ક્યારે બેંકોમાં છે હડતાલ

ભારત સરકાર દ્વારા દેશની રાષ્ટ્રીયકૃત બેંકોને મર્જ કરવામાં આવી રહી છે. બેંકોની NPAઅને ઓપરેટીંગ કોસ્ટ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર અને ખાસ કરીને નાણાં મંત્રાલય દ્વારા બેંક મર્જરની જાહેરાત કરવામાં આવતાની સાથે જ બેંક કર્મચારીઓ વિરોધમાં આવી ગયેલા જોવામાં આવી રહ્યા છે. દેશનાં અનેક શહેરોમાં બેંકીગ મર્જરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કર્મચારી દ્વારા હવે […]

Top Stories Gujarat India Others
pic 6 e1570629058540 બેંક મર્જરની મામલે કર્મચારીનો દેશ વ્યાપી વિરોધ, જાણીલો ક્યારે બેંકોમાં છે હડતાલ

ભારત સરકાર દ્વારા દેશની રાષ્ટ્રીયકૃત બેંકોને મર્જ કરવામાં આવી રહી છે. બેંકોની NPAઅને ઓપરેટીંગ કોસ્ટ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર અને ખાસ કરીને નાણાં મંત્રાલય દ્વારા બેંક મર્જરની જાહેરાત કરવામાં આવતાની સાથે જ બેંક કર્મચારીઓ વિરોધમાં આવી ગયેલા જોવામાં આવી રહ્યા છે.

દેશનાં અનેક શહેરોમાં બેંકીગ મર્જરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કર્મચારી દ્વારા હવે હડતાલનું શસ્ત્ર સરકાર સામે ઉગામવાની તૈયારી કરી લેવામાં આવી છે.

સરકાર તરફથી બેન્કોના મર્જરની જાહેરાત કરાઈ છે ત્યારથી બેન્ક કર્મચારીઓ આ મર્જરનો વિરોધ કરી રહ્યા છે. બેન્ક મર્જરના વિરોધમાં ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિયેશન તરફથી 22 ઓક્ટોબરના રોજ દેશવ્યાપી હડતાળનુ એલાન અપાયુ છે. જેના સમર્થનમાં અમદાવાદમાં મહાગુજરાત બેન્ક એમ્પલોઈઝ એસોસિયેશન તરફથી સૂત્રોચ્ચાર કરી બેન્ક મર્જરનો વિરોધ કરાયો હતો.

દેશવ્યાપી હડતાળ પહેલા 21 ઓક્ટોબરના રોજ દેશભરમાં વિવિધ સેન્ટર્સ પર દેખાવો કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરાય હતી. ગુજરાતનાં તમામ બેંક કર્મચારીઓ દેશ વ્યાપી હડતાલમાં જોડાવાનાં હોવાથી 22 ઓક્ટોબર દેશની મોટા ભાગની બેંકોમાં કામગીરી ઠપ જોવામાં આવશે અને કરોડોનાં બેંકીગ ટ્રાન્ઝેક્શન અટકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન