Not Set/ બનાસકાંઠાનાં અમીરગઢમાં દૂધમંડળીમાં ભ્રષ્ટાચારથી ચકચાર, ઓડિટ બાદ થયો ખુલાસો

બનાસકાંઠાનાં અમીરગઠમાં અવાર-નવાર ઉચાપતની ફરિયાદો થતી હોય છે. ત્યારે હવે દૂધમંડળીનાં મંત્રી પૂજાભાઇ દેસાઇ સામે ઉચાપતની ફરિયાદ બહાર આવી છે. ફરિયાદ મુજબ તેમણે 2017-18માં 1.87 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. આપને જણાવી દઇએ કે, મંત્રી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે ગ્રાહકોનાં નાણાં અંગત કામોમાં વાપર્યા હતા. આ સમગ્ર માહિતી ઓડિટ દરમિયાન સામે આવી […]

Gujarat Others
15713 બનાસકાંઠાનાં અમીરગઢમાં દૂધમંડળીમાં ભ્રષ્ટાચારથી ચકચાર, ઓડિટ બાદ થયો ખુલાસો

બનાસકાંઠાનાં અમીરગઠમાં અવાર-નવાર ઉચાપતની ફરિયાદો થતી હોય છે. ત્યારે હવે દૂધમંડળીનાં મંત્રી પૂજાભાઇ દેસાઇ સામે ઉચાપતની ફરિયાદ બહાર આવી છે. ફરિયાદ મુજબ તેમણે 2017-18માં 1.87 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. આપને જણાવી દઇએ કે, મંત્રી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે ગ્રાહકોનાં નાણાં અંગત કામોમાં વાપર્યા હતા. આ સમગ્ર માહિતી ઓડિટ દરમિયાન સામે આવી હતી.

રાજ્યમાં ભ્રષ્ટાચારને દૂર કરવામા રાજ્યની સરકાર નિષ્ફળ રહી છે. અવાર-નવાર કોઇને કોઇ સંસ્થામાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાનું જનમુખે ચર્ચાતુ હોય છે ત્યારે વધુ એક ભ્રષ્ટાચારનો મામલો બનાસકાંઠાનાં અમીરગઢની દૂધમંડળીથી સામે આવ્યો છે. ગ્રાહકોનાં નાણાં દૂધમંડળીનાં મંત્રી દ્વારા અંગત કાર્ય માટે ખર્ચ કર્યા હોવાનુ બહાર આવ્યુ છે. જે બાદ ચકચાર મચવા પામ્યો છે. આ સમગ્ર કૌભાંડ ઓડિટ બાદ પ્રકાશમાં આવ્યો હતો. આ મામલો એક જાગૃત નાગરિક લીલાભાઇ દેસાઇ દ્વારા પોલીસ ફરિયાદ બાદ સામે આવ્યો છે. ફરિયાદ વિશે હજુ સુધી મંત્રી દ્વારા કોઇ નિવેદન સામે આવ્યુ નથી. મામલાની ગંભીરતાને ધ્યાને લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તે હવે જોવુ રહ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.