લાંચ/ તલાટી લાંચ લેતા રંગેહાથે ઝડપાયા, ચીફ ઓફિસર વતી લાંચ લેતો આરોપી પણ પકડાયો

ગુજરાતમાં ભ્રષ્ટાચારના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે,અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇપલોડા ગ્રામ પંચાયતના તલાટી લાંચ લેતા રંગેહાથે ઝડપાયો છે,

Gujarat
7 તલાટી લાંચ લેતા રંગેહાથે ઝડપાયા, ચીફ ઓફિસર વતી લાંચ લેતો આરોપી પણ પકડાયો

ગુજરાતમાં ભ્રષ્ટાચારના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે,અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇપલોડા ગ્રામ પંચાયતના તલાટી લાંચ લેતા રંગેહાથે ઝડપાયો છે, પ્રાપ્ત માહિતી અનુસાર તલાટીએ  ખેતમજૂરી કરતા સામાન્ય વ્યક્તિ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સહાયની રકમ મંજૂર કરવાના મામલે ફરિયાદી હર્ષદકુમાર પાસે 2500 રૂપિયાની માંગણી કરી હતી,તેમાંથી ફરિયાદીએ 1 હજાર તલાટીને આપી દીધા હતા પરતું 1500 રૂપિયાનો વાયદો કર્યો હતો જે બાદ તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી.આ ફરિયાદને આધારે પોલીસે છટકું ગોઠવ્યું હતું,

તલાટીએ બાકીની લાંચની રકમ ફરિયાદી પાસે માંગતા તેને એસીબી પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તલાટીની ધરપકડ કરીને સઘનપુછપરછ હાથ ધરી છે, તલાટી 1500 રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

જયારે બીજાે કેસ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનો છે. પાટણ જિલ્લાની ચાણસ્મા નગરપાલિકાના એક સિવિલ એન્જિનિયરે સરકારી કામોનું  થર્ડ પાર્ટી ઇસ્પેકશન  કરેલુ હોવાથી બાકિ પડતી બિલની રકમની માંગણી કરી હતી, બિલ પાસ કરાવવા માટે ચીફ ઓફિસરે  70 હજાર લાંચની રકમની માંગણી કરવામાં આી હતી,જેની ફરિયાદ પાટણ એસીબીને કરવામાં આવી હતી,આ ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું પરતું આરોપી ઓફિસરના નેજા હેઠળ કામ કરતો હતો તેણે લાંચની માંગણી કરી હતી અને રંગેહાથે ઝડપાઇ ગયા હતા.