Not Set/ ક્યાં રમશે ગુજરાત? કેવી રીતે વધશે ગુજરાત ? રાજ્યભરની ૯ હજારથી વધુ સરકારી અને ખાનગી શાળાઓ મેદાન વિહોણી

રમશે ગુજરાત વધશે ગુજરાત, ખેલ મહાકુંભ જેવા અનેક અભિયાન અને નારાઓ અને યોજનાઓ  પાછળ સરકાર કરોડો રૂપિયા વહાવી રહી છે. રાજ્યના વિદ્યાર્થીઓએ  રમત ગમતના ક્ષેત્રમાં અવ્વ્લ છે, તેવો દાવો સરકાર  દ્વારા કરાય છે. પરંતુ  હકીકત એ છે કે રાજ્યની ૭૩૦૭ જેટલી સરકારી શાળાઓ પાસે વિદ્યાર્થીઓના હકમાં આવતું રમત -ગમતનું મેદાન જ ગાયબ છે . ત્યારે […]

Top Stories Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Others
mantavya 316 ક્યાં રમશે ગુજરાત? કેવી રીતે વધશે ગુજરાત ? રાજ્યભરની ૯ હજારથી વધુ સરકારી અને ખાનગી શાળાઓ મેદાન વિહોણી

રમશે ગુજરાત વધશે ગુજરાત, ખેલ મહાકુંભ જેવા અનેક અભિયાન અને નારાઓ અને યોજનાઓ  પાછળ સરકાર કરોડો રૂપિયા વહાવી રહી છે. રાજ્યના વિદ્યાર્થીઓએ  રમત ગમતના ક્ષેત્રમાં અવ્વ્લ છે, તેવો દાવો સરકાર  દ્વારા કરાય છે. પરંતુ  હકીકત એ છે કે રાજ્યની ૭૩૦૭ જેટલી સરકારી શાળાઓ પાસે વિદ્યાર્થીઓના હકમાં આવતું રમત -ગમતનું મેદાન જ ગાયબ છે . ત્યારે મોટો પ્રશ્ન એ થાય છે  કે કેવી રીતે વધશે ગુજરાત?

રમત ગમતનું મેદાન એક એવી જરૂરિયાત જે દરેક સરકારી અને ખાનગી શાળામાં હોવું ફરજીયાત છે. પરંતુ ખાનગી શાળા સાથો સાથ સરકારી શાળાઓમાં પણ રાજ્યભરમાં મેદાનની ખોટ જણાઈ આવી છે. એક તરફ સરકાર દ્વારા રમશે ગુજરાત વધશે ગુજરાતની મસમોટી વાતો કરવામાં આવે છે. તો બીજી બાજુ વિદ્યાર્થીઓ રમવા માટે  મેદાનના વલખા મારી રહ્યા છે.

મેદાનના અભાવે જે વિદ્યાર્થીઓમાં  હુનર છે  તે માત્ર શાળામાં ઝાંપા સુધી સીમિત થઇ જતા. રમત-ગમતના ક્ષેત્રે બાળકો બીજા રાજ્યોની સરખામણીએ પાછળ રહી ગયા છે.રાજ્ય ભરમાં ૭૩૦૭ જેટલી સરકાર શાળાઓ  અને ૨૩૦૨ જેટલી ખાનગી શાળાઓમાં મેદાનજ નથી . માત્ર છેવાડા માં  જ નહિ પરંતુ મેટ્રો સીટીની શાળાઓમાં પણ  મેદાનનો અભાવ જ છે. જો નજર  કરીએ  એવી શાળાઓ  પર જ્યા રમવા  માટે મેદાન જ નથી તો,

મેદાન વગરની શાળાઓ

શહેર                     મેદાન વગરની સરકારી પ્રાથમિક            મેદાન વગરની ખાનગી પ્રાથમિક

અને માધ્યમિક શાળાઓ                      અને  માધ્યમિક શાળાઓ

અમદાવાદ                              ૭૨                                                 ૯૧૧

ગાંધીનગર                               ૧૫૬                                                ૫૦

સુરત                                      ૧૩૭                                                 ૧૦૩

વડોદરા                                 ૨૮૫                                                   ૧૩

રાજકોટ                                  ૧૨૪                                                  ૪૧૬

ભાવનગર                              ૩૦૬                                                     ૦૨

જામનગર                              ૯૧                                                      ૭૬

સુરેન્દ્રનગર                            ૨૭૨                                                   ૨૧

બનસકાંઠા                           ૬૫૮                                                   ૨૩

પંચમહાલ                             ૫૬૭                                                   ૭૩

કચ્છ                                   ૨૬૨                                                   ૬૫

આવ આંકડાઓ  સરકારની નબળાઈઓ જણાવી જાય છે , કોંગ્રેસ  દ્વારા વિધાનસભામાં  પુછાયેલા  પ્રશ્નોને આધારે  આ આંકડાકીય  માહિતી સામે  આવી છે, જે  ખરેખર ચોંકાવનારી  છે. આવા આંકડાઓ સરકારની રમત-ગમત ક્ષેત્રે  અસફળતાની કહાની વર્ણવે છે. સરકારની મસમોટી જાહેરાતો અને  જમીની હકીકત વચ્ચે  મોટો તફાવત સાફ નજરે પડે છે.

સરકારી શાળાઓમાં પણ જો મેદાન ન હોય તો તે સરકાર માટે  શરમજનક બાબત છે.   દાહોદ, બનાસકાંઠા , પંચમહાલ, ભરૂચ અને નર્મદા જિલ્લાઓની  સરકારી શાળા મેદાનના  આભવાની સ્થિતિમાં બાજી  મારે  છે.

તો બીજી તરફ ઘણી  એવી ખાનગી શાળાઓ  છે  જ્યા  નહિવત  પ્રમાણમાં  આંકડા સામે  આવ્યા  છે જેમાં  ડાંગ,ભાવનગર , મહીસાગર સાબરકાંઠા  અને સૂરત જિલ્લાનો સમાવેશ થાય  છે. શાળા ભલે ગમે  તે   હોય  પરન્તુ હકીકત એ  છે કે વિદ્યાર્થીઓનું ભવિષ્યઃ હવે જોખમાયુ છે

શાળાનાં બાળકો શિક્ષા સાથો સાથ રમત ગમતનાં ક્ષેત્રે પણ આગળ વધીને સિદ્ધિ હાંસિલ કરે તેં જરૂરી છે. પરન્તુ જો બાળકોને રમવા માટે મેદાન જ ન હોય તો  આવી  સિદ્ધિઓ કેમ હાંસિલ થશે તેં ગંભીર પ્રશ્ન છે.

છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ખેલ મહાકુંભ પાછલ   કરોડોનો  ખર્ચ કરવમાં આવી રહ્યો  છે. પરંતુ આવા ખર્ચા કરીને માત્ર સરકાર પોતાની વાહવાહી લૂંટી રહી છે.

સામે બાળકોને પોતાની મનગમતી રમતો રમવા માટે તો  મેદાન જ નથી.આવા ખર્ચાઓ જો મેદાન વગરની શાળાઓ ને મેદાન બનાવવામાં માટે લગાડવામાં આવે તો  અનેક બાળકો નું ભવિષ્યઃ સુધરી શકે છે.