Ahmedabad Metro/ અમદાવાદ મેટ્રો સફળતાનું વર્ષઃ બીજા વર્ષે વધુ ફ્રીકવન્સી, વધુ સારી સગવડ, વધારે વ્યાપ

અમદાવાદ મેટ્રોએ સફળતાનું વર્ષ પૂરુ કર્યુ છે.  અમદાવાદની મેટ્રો રેલે સફળતાનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. વડાપ્રધાન મોદીએ 30 સપ્ટેમ્બરે ઉદઘાટન કર્યુ તે સમયે અમદાવાદ મેટ્રોમાં સરેરાશ સાત હજાર પ્રવાસીઓ જતા હતા.

Top Stories Gujarat
Mantavyanews 1 23 અમદાવાદ મેટ્રો સફળતાનું વર્ષઃ બીજા વર્ષે વધુ ફ્રીકવન્સી, વધુ સારી સગવડ, વધારે વ્યાપ

અમદાવાદઃ અમદાવાદ મેટ્રોએ સફળતાનું વર્ષ પૂરુ કર્યુ છે.  અમદાવાદની મેટ્રો રેલે સફળતાનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. વડાપ્રધાન મોદીએ 30 સપ્ટેમ્બરે ઉદઘાટન કર્યુ તે સમયે અમદાવાદ મેટ્રોમાં સરેરાશ સાત હજાર Ahmedabad Metro પ્રવાસીઓ જતા હતા. આજે ફક્ત બે જ કોરિડોરમાં દૈનિક પ્રવાસીઓની સરેરાશ સંખ્યા 90,000ને આંબી ગઈ છે.

એક અંદાજ મુજબ મેટ્રોનું બીજું વર્ષ પૂરુ થશે ત્યારે દૈનિક પ્રવાસીઓની સંખ્યા ત્રણ લાખથી પણ વધી જાય તો આશ્ચર્ય નહી થાય. તેનું કારણ એ છે કે ગાંધીનગર શહેર મેટ્રોના રૂટે અમદાવાદ સાથે જોડાઈ જવાનું છે. તેથી એક આખુ શહેર જોડાતા મેટ્રોમાં આવનારાઓની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવે તેમ મનાય છે. તેમા પણ અમદાવાદથી ગાંધીનગરમાં જતા સરકારી કર્મચારીઓ અને ગિફ્ટ સિટીમાં નોકરીએ જનારાઓ તેનો મોટાપાયા પર ઉપયોગ કરે તેમ માનવામાં આવે છે.

પહેલા સવારે આઠ વાગ્યાથી Ahmedabad Metro સાંજે આઠ વાગ્યાથી ચાલતી મેટ્રો આજે પ્રવાસીઓની વધેલી સંખ્યાના લીધે સવારે છથી રાતના દસ વાગ્યા સુધી ચાલે છે. આ રીતે જ ધસારો ચાલુ રહ્યો તો આગામી દિવસોમાં મેટ્રોને રાતના બાર વાગ્યા સુધી પણ ચલાવી શકાય છે.

ઉત્તર-દક્ષિણ કોરિડોર હવે મોટેરાથી આગળ ગાંધીનગર સુધી લંબાવવામાં આવી રહ્યો છે, આવતા વર્ષે તેનો શુભારંભ કરવાનું આયોજન GMRCએ કર્યું છે. મોટેરાથી ગાંધીનગરનો આ કોરિડોર અમદાવાદ Ahmedabad Metro અને ગાંધીનગર વચ્ચે મહત્વપૂર્ણ લિંક સાબિત થશે અને બંને શહેરોના મુસાફરોને ટ્રાફિકની ભીડમાંથી મોટી રાહત મળશે. તથા બંને શહેરના વાયુ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.  તેના લીધે અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના રોડ ટ્રાફિકમાં ઘટાડો થશે તેમ મનાય છે.

મેટ્રો ટ્રેનમાં અમદાવાદીઓનો સમય, પૈસા બચે છે અને સલામતીનો અનુભવ થાય છે. જેથી હવે મેટ્રો અમદાવાદીઓની પહેલી પસંદ બની ગઇ છે. ક્રિકેટ મેચ, તહેવારના દિવસો, ભારે વરસાદના દિવસોમાં વિશેષ જરૂરિયાતને પહોંચી વળવા મેટ્રો ટ્રેનની સેવાઓ પુરી પાડવામાં આવે છે.

 

આ પણ વાંચોઃ America/ એક જ વરસાદમાં વિશ્વના ટોચના શહેરની હેકડી નીકળી ગઈ! જુઓ વીડિયો

આ પણ વાંચોઃ Accident-Construction Site/ ત્રણ શ્રમિકોના મોતઃ અમદાવાદમાં આ કન્સ્ટ્રકશન સાઇટ પર સર્જાઈ દુર્ઘટના

આ પણ વાંચોઃ RBI/ ₹2000ની નોટો બદલવાની ડેડલાઈન લંબાવાઈ તેવી શક્યતા!

આ પણ વાંચોઃ Lok Sabha Elections/ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું એલાન,”ન તો હું પોસ્ટર લગાવીશ, ન તો કોઈને ચા પીવડાવીશ”