વડોદરા/ સ્ટેજ પર ઢળી પડ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી, સભા ટૂંકાવી રવાના થયા

સ્ટેજ પર ઢળી પડ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી, સભા ટૂંકાવી રવાના થયા

Gujarat Others Trending
accident 5 સ્ટેજ પર ઢળી પડ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી, સભા ટૂંકાવી રવાના થયા

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, સત્તાધારી ભાજપ પણ ચૂંટણી પ્રચારમાં પુરજોશ સાથે લાગેલી છે. ભાજપના સથર પ્રચારકોમાં સામેલ એવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે.

ગતિશીલ ગુજરાતના સતત કાર્યશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ છેલ્લા  ત્રણ દિવસ થી સતત પ્રચાર પ્રસારના કાર્યમાં રોકાયા છે. ભાવનગર, બાદ જામનગર અને આજરોજ વડોદર ખાતે તેમનો ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ હતો. વ્યસ્ત દિનચર્યાને લઈને તેમનું BP ઘટી ગયું હતું.

આ કાર્યક્રમમાં CM ને અચાનક ચક્કર આવી ગયા હતા. અને ત્યાજ ઢળી પડ્યા હતા. તાત્કાલિક ડોક્ટરની ટીમ આવી હતી. અને તેમની તબીબી તપાસ હાથ ધી હતી. જેમાં તેમનું BP ઘટી ગયું હોવાની વિગતો સામે આવી હતી. BP ઘટી જવાથી CM  ચાલુ કાર્યક્રમે ચક્કર ખાઈને સ્ટેજ પર પડી  ગયા હતા.

મળતી વિગતો અનુસાર હાલમાં તેમની તબીયત સારી છે. અને તેઓ પોતાનો ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ અધવચ્ચે મુકીને પરત ફર્યા છે.