સુરત/ ક્રાઉડ ફંડિંગ કંપની સાથે ચીટિંગ : અન્યના બાળકને પોતાનું જણાવી ઉઘરાવ્યું ફંડ, આ રીતે ફૂટ્યો ભાંડો

એક યુવકને શેરબજારમાં દેવું થતા ભરપાઈ કરવા પુત્રના ઈલાજના નામે સોશિયલ મીડિયામાં ખોટો અલગ અલગ રીતે પ્રચાર કરી 3.17 લાખનું ફંડ ઉઘરાવ્યું હતું.

Top Stories Gujarat Surat
Untitled 14 15 ક્રાઉડ ફંડિંગ કંપની સાથે ચીટિંગ : અન્યના બાળકને પોતાનું જણાવી ઉઘરાવ્યું ફંડ, આ રીતે ફૂટ્યો ભાંડો

સોશિયલ મીડિયામાં જે રીતે લોકોનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે તેની સાથે દૂર ઉપયોગ પણ સતત વધી રહ્યો છે સુરતમાં એક કિસ્સો એવો સામે આવ્યો જે સાંભળતા ચોકી જશો. દેવું થઈ જતાં વેપારીએ બીજાના બીમાર પુત્રને પોતાનો બતાવી 3 લાખ ઉઘરાવ્યા હતા. હકીકત એવી છે કે સુરતના એક યુવકને શેરબજારમાં દેવું થતા ભરપાઈ કરવા પુત્રના ઈલાજના નામે સોશિયલ મીડિયામાં ખોટો અલગ અલગ રીતે પ્રચાર કરી 3.17 લાખનું ફંડ ઉઘરાવ્યું હતું. જો કે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ બીમાર પુત્ર પણ તેનો પોતાનો નથી. પોલીસ ફિરયાદ થતા સુરત સાયબર ક્રાઇમે ઉત્તરાખંડ રહેતા જનરલ સ્ટોરના વેપારી સંદીપ શાંતિરંજન મંડલની ધરપકડ કરી છે.

જે ઉત્તરાખંડના વેપારીએ ફંડ ભેગુ કરવા રાંદેરમાં રહેતા 2 વર્ષનું બાળક જે જન્મજાત પ્રોફાઉન્ડ હિઅરીંગ લોસ બિમારીથી પિડાય છે. તેના નામે ફંડની ઉઘરાણી કરતો હતો. તેને પોતાનું સંતાન બતાવી બાળકના ફોટો અને હોસ્પિટલના ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયા પર મુકયા હતા. રાંદેરમાં રહેતા બાળકના પિતાને ખબર પડતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. આ બાબતે પોલીસે પહેલા ખરાઈ કરી બાદમાં સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ સુરત સાયબર પોલીસે ફિરયાદના આધારે પોલીસે કેટ્ટો કંપનીનો સંપર્ક કરી 3.17 લાખની રકમ અટકાવી હતી. તે રકમ કેટ્ટો કંપનીએ રાંદેરના 2 વર્ષના બાળકની સારવાર માટે આપ્યા હતા.

ઉત્તરાખંડના વેપારીએ આ બાળકનું નામ બદલી પોતાનું બતાવી ડોક્યુમેન્ટ અને બેંક ખાતાની વિગતો કેટ્ટો કંપનીને મોકલતા બાળકના નામે વેપારીના ખાતામાં 3.17 લાખ જમા થયા હતા.

પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ માર્કેટિંગ કરતા યુવકનું 2 વર્ષનું બાળક પ્રોફાઉન્ડ હિઅરીંગ લોસ બિમારીથી પિડાય છે. જેની સારવારનો ખર્ચ 30 લાખ ની જરૂરી છે.  જેથી આ ખર્ચ કરી શકે તેમ ન હોવાથી કેટ્ટો કંપની કે જે ક્રાઉડ ફંડીગ ભેગુ કરે છે તેનો સંપર્ક કરી અરજી કરી હતી. પરંતુ અરજી નામંજૂર થઈ હતી. જેથી બાળકના પિતાએ ફોટો અને હોસ્પિટલના ડોક્યુમેન્ટો સોશિયલ મીડિયા પર મુકયા હતા. આમ ઉત્તરાખંડના વેપારીએ આ બાળકનું નામ બદલી પોતાનું બતાવી ડોક્યુમેન્ટ અને બેંક ખાતાની વિગતો કેટ્ટો કંપનીને મોકલતા બાળકના નામે વેપારીના ખાતામાં 3.17 લાખ જમા થયા હતા.  પરંતુ રેલો આવતા વેપારીએ કંપનીને પરત કર્યા હતા.આખરે સુરત સાયબર પોલીસે આ ઈસમની ધરપકડ કરી તેના બેક એકાઉન્ટના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

Photos/ PM મોદીના રોડ શોમાં અમદાવાદે ધારણ કર્યો કેસરિયો, ચાર રાજ્યોની ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર આવ્યા વતન, જુવો ફોટો

સુરત/ આજે તો તારૂ મોઢું જોવું જ છે, કહી મોંઢા પર બાંધેલી ઓંઢણી ખેંચી લીધી : બસના ડ્રાઇવરની અશ્લીલ હરકત

Life Management / રાજા જંગલમાં ફસાઈ ગયો, એક પોપટે ડાકુઓને જાણ કરી, બીજાએ રાજાને બચાવ્યો… પછી શું થયું?

આસ્થા / આ ગ્રહ અશુભ ફળ આપે છે, લોહી સંબંધિત રોગ થાય છે, નાની-નાની વાત પર આવે છે ક્રોધ