Gujarat election 2022/ વીજ સરપ્લસ અને વોટર સરપ્લસ તેવું દેશનું એકમાત્ર રાજ્ય ગુજરાતઃ ભુપેન્દ્ર પટેલ

મોરવા હડફમાં સીએમ ભુપેન્દ્ર પટેલે આક્રમણ ચૂંટણી પ્રચાર કર્યો છે. સીએમના આગમન અને સંબોધનની સાથે મોરવા હડફ કેસરિયા રંગે રંગાઈ ગયુ હતુ. આ બેઠક પર કાંટાની ટક્કર છે.

Top Stories Gujarat
bhupendra patel 1 1 વીજ સરપ્લસ અને વોટર સરપ્લસ તેવું દેશનું એકમાત્ર રાજ્ય ગુજરાતઃ ભુપેન્દ્ર પટેલ
  • વડાપ્રધાન મોદીએ રાજ્યમાં નાખેલા સુશાસનના પાયાને વર્તમાન સરકાર વધુ મજબૂત કરી રહી છે
  • ભાજપ સરકારના વિકાસલક્ષી કાર્યોના લીધે પ્રજાનું સૂત્ર પરિવર્તન નહી પુનરાવર્તનઃ ભૂપેન્દ્ર પટેલ
  • જલ સે નલ યોજના હેઠળ ગુજરાતના મોટાભાગના ગામમાં નળથી પીવાનું પાણી પહોંચ્યું

Gujarat election 2022માં મોરવા હડફમાં (Morvahadaf) સીએમ ભુપેન્દ્ર પટેલે (CM Bhupendrapatel) આક્રમણ ચૂંટણી પ્રચાર કર્યો છે. સીએમના આગમન અને સંબોધનની સાથે મોરવા હડફ કેસરિયા રંગે રંગાઈ ગયુ હતુ. આ બેઠક પર કાંટાની ટક્કર છે.નિમિષા સુથાર (Nimisha suthar) અને સ્નેહલતા ખાંટ (Snehlata khant)વચ્ચે જબરજસ્ત ટક્કર છે. કમળને વિજયી બનાવવા સીએમ ભુપેન્દ્ર પટેલે આક્રમક શૈલીમાં જણાવ્યું હતું કે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) રાજ્યના મુખ્યપ્રધાન હતા ત્યારે ગુજરાતમાં સુશાસનનો પાયો નંખાયો હતો. તેના લીધે આજે ગુજરાત શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણીના મોરચે મોખરે છે. જ્યારે બે દાયકા પહેલા સ્થિતિ જુદી હતી.

તે સમયે બીજા પક્ષનું શાસન હતું ત્યારે ગુજરાતની પ્રજા પાણી માટે વલખા મારતી હતી. ટેન્કર રાજ (Tanker raj) ચાલતું હતું. ટેન્કરોના કાળા બજાર થતા હતા. શહેરોમાં વીજળીના (Electricity) ઠેકાણા ન હતા અને ગામડાઓમાં વીજળી જ ન હતી. આજે ગુજરાતના શહેરોમાં તો 24 કલાક વીજળી છે જ પરંતુ ગામડાઓમાં પણ 24 કલાક વીજળી છે. આજે જલ સે નલ યોજના હેઠળ ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં નળથી પીવાનું પાણી પહોંચ્યું છે.

વડાપ્રધાનના આ જ સુશાસનને મજબૂત રાખવાની નેમ સાથે વર્તમાન ભાજપ સરકાર ફરીથી જનાદેશ મેળવવા આવી છે. તેથી જ તો ગુજરાતની પ્રજાને પરિવર્તન નહી પુનરાવર્તનમાં વિશ્વાસ છે. વીજ સરપ્લસ, વોટર સરપ્લસ હોય તેવું દેશનું એકમાત્ર રાજ્ય હોય તો તે ગુજરાત છે. આજે બીજું કોઈ રાજ્ય તેના ગામડામાં 24 કલાક વીજળી મળતી હોય તેવો દાવો કરી શકતું નથી. આજે જે અન્ય પક્ષો ગુજરાતમાં સુશાસનની વાતો કરે છે તેમને ત્યાં જ ચાર-ચાર કલાક સુધી વીજળી મળતી નથી. લોકોએ જનરેટર વસાવવા પડે છે. તેની સામે ગુજરાતની પ્રજાને જનરેટર (Generator)શું એ જ ખબર નથી. હવે તો સૌર ઊર્જા હેઠળ નાગરિક રુફટોપ સોલર લગાવીને તેને મળતી વીજળી સંપૂર્ણપણે મફત કરી શકે છે. આ ઉપરાંત હવે તો સમગ્ર દેશને ભારત બ્રોડબેન્ડ નેટવર્કથી જોડવાની કવાયત ચાલી રહી છે. ગુજરાતના પણ કેટલાય ગામડાઓ તેના હેઠળ જોડાઈ ગયા છે. બ્રોડબેન્ડ વડે જોડાવવાના લીધે ગુજરાતના ગામડાઓનું શૈક્ષણિક સ્તર ઊંચે આવશે.

આ પણ વાંચોઃ 

PM Modi/ PM મોદીને મળી મારી નાખવાની ધમકીઃ મુંબઈ અને ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર

OPINION POLL/ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ આટલી બેઠકો જીતશે! ઓપિનિયન પોલમાં આગાહી