આજે રાજ્યમાં ઉતરાયણનો તહેવાર લોકોએ હર્ષોલ્લાસથી મનાવ્યો. પરંતુ આ એક એવો તહેવાર છે જ્યારે લોકોએ સૌથી વધુ સાવધાની રાખવાની જરૂર હોય છે. પરંતુ શુ લોકો આ કાળજી રાખે છે ખરા? જો કે સામે આવેલા આંકડાઓ બતાવે છે કે, રાજ્યમાં લોકોને પોતાના જીવનથી વધુ આ તહેવાર પસંદ છે.
આ પણ વાંચો – દિલ્હી / સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે,નાણા મંત્રી નિર્મલાસીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે
આપને જણાવી દઇએ કે, ઉતરાયણનાં આ પર્વ પર રાજ્યમાં ગળા કાપનાં કિસ્સાઓ મોટી સંખ્યામાંં નોંધાયા છે. પતંગ ચગાવવામાં લોકો એટલી હદે ભાન ભુલી ગયા કે આજે રાજ્યમાં દોરીનાં કારણે ગળામાં ઈજા અને અકસ્માતનાં 224 જેટલા બનાવો બન્યા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદમાં 62 લોકો પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થયા છે. વળી આ ઉપરાંત રાજકોટમાં 25, વડોદરામાં 26 તથા સુરતમાં 24 લોકો દોરીથી ઘવાયા છે. વળી આજે (શુક્રવાર) સવારે અમદાવાદનાંં ચમનપુરા પાસે એક બાઇક સવારનાં ગળામાં દોરી આવી ગઇ હતી, જેના કારણે તે ઘાચલ થયો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વળી એરપોર્ટ રોડ તરફ ઈન્દિરા બ્રિજ પાસે પણ બાઇક લઈને જતાં 50 વર્ષીય વ્યક્તિનાં ગળામાં ઇજાગ્રસ્ત થઇ હતી. સુભાષબ્રીજ કેશવનગરમાં રસ્તા પર ચાલતા જતા 76 વર્ષીય મહિલાના ગળામાં દોરી આવી જતાં ઇજા થઇ હતી. વળી ગાંધીનગરની વાત કરીએ તો અહી પણ ખ રોડ સાઇડ એક બાઇક સવાર શખ્સને દોરી ગળામાં આવી જતા અકસ્માત સર્જાયો હતો. જો કે આ અકસ્માતમાં તે શખ્સને કોઇ ખાસ ઈજા પહોંચી નહોતી અને તે દોરી બાઇક સાઇડથી હટાવી આગળ વધ્યો હતો.
આ પણ વાંચો – Festival / ઉત્તરાયણમાં પક્ષી બચાવવા હેતુ કરૂણા અભિયાન શરૂ, રાજ્ય સરકારે જાહેર કરી હેલ્પલાઇન નંબર
ઉલ્લેખનીય છે કે, આજે સવારથી પતંગ રસીયાઓ ધાબા પર જોવા મળ્યા હતા. વળી તેમના પર આજે વાયુ દેવતા પણ પ્રસન્ન થયા હોય તેવુ લાગી રહ્યુ હતુ, સવારથી જ પવન સારો હોવાના કારણે પતંગ રસીયાઓને પતંગ ચગાવવાની મજા પડી ગઇ હતી. જો કે આ વખતે કોરોનાનાં કારણે સરકાર અમુક નિયમો બનાવ્યા હતા. જેમા ખાસ ડીજે અને વધુ સંખ્યામાં ભેગા ન થવાનું સામેલ છે. જો કે અમદાવાદની વાત કરીએ તો અહી ધાબા પર નિયમોને સાઇડમાં મુકી લોકોએ પૂરા દિવસ દરમિયાન પતંગ ઉડાવવાની મજા લીધી હતી.