2024 election/ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો કટાક્ષ

ભાજપ બીજાની કારના સ્પેરપાર્ટ્સ લઈ જાય છે

Gujarat Top Stories
YouTube Thumbnail 3 પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો કટાક્ષ

 

ગુજરાત ન્યુઝ : લોકસભાની  ચૂંટણીને અનુલક્ષીને પાટણ કોંગ્રેસ નવનિયુક્ત જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પ્રથમ કારોબારીની બેઠક યોજાઈ હતી. જેમાં પશક્ષના હોદ્દેદારો હાજર રહ્યા હતા.  જેમાં લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠક કોંગ્રેસને ફાળે જાય તે પ્રકારની રણનિતી ઘડવામાં આવી હતી. તેમજ બે હજાર બુથો પર કોંગ્રેસના 400 કાર્યકરોની વહેંચણી કરવામાં આવી હતી. જેમાં વધુમાં વધુ કોંગ્રેસ તરફી મતદાન થાય તેમજ રાહુલ ગાંધીના પાંચ વચનો સહિત મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો તથા રોજગારી સહિતના મુદ્દાઓ સાથે કોંગ્રેસ મતદારો વચ્ચે જશે.

દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપને બગડેલી કાર સાથે સરખાવી પ્રહાર કરતા કહ્યું હતું કે  ભાજપને પોતાની કાર પર ભરોસો નથી. આથી બીજાની કારના સ્પેરપાર્ટ્સ લઈ જાય છે. ભાજપ એવું કહે છે કે અમારી પાર્ટી વિશ્વની મોટી પાર્ટી છે તો શા માટે કોંગ્રેસ કે અન્ય પાર્ટીના ધારાસભ્ય, સંસદ સભ્યો કે કાર્યકર્તાઓને ભાજપમાં ખેંચી જાય છે. તેમણે કહ્યું હતું કે પૈસા ખર્ચે ચૂંટણી જીતાતી નથી. ચૂંટણી રણનિતીથી જીતાય છે.

કિરીટ પટેલ દ્વારા કટાક્ષ કરાતા સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્ય અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈના ભામાસા છાપ પર કટાક્ષ કરતા કહ્યું કે ગત વિધાનસભામાં ચૂંટણીમાં બન્ને કે જેઓ ભામાસા તરીકે ઓળખાય છે એટલેકે બન્નેએ રૂપિયા ખર્ચ્યા છત્તા હારી ગયા જ્યારે હું રૂપિયાના જોરે નહી પણ રણનિતી સાથે લડ્યો અને જીતી ગયો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ