Not Set/ આ કારણે વાઈબ્રન્ટ ગુજરાત સમીટ-૨૦૧૯માં નહિ શામેલ થાય પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ

એકવાર ફરીથી વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં પાકિસ્તાનનું વેપાર પ્રતિનિધિમંડળ શામેલ નહિ થાય. શામેલ નહી થવા પાછળનું  કારણ બીજું કોઈ નહી પરંતુ પાકિસ્તાનના વેપારીઓને ભારત આવવા માટેના વિઝા નથી મળ્યા. ગાંધીનગરમાં ૧૮ થી ૨૦ જાન્યુઆરી સુધી આ સમ્મેલન ચાલશે જેનું ઉદ્ઘાટન પીએમ મોદી કરવાના છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ કહ્યું હતું કે તેમણે પાકિસ્તાનને આ […]

Top Stories Gujarat World Trending
India Pakistan Relations flag આ કારણે વાઈબ્રન્ટ ગુજરાત સમીટ-૨૦૧૯માં નહિ શામેલ થાય પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ

એકવાર ફરીથી વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં પાકિસ્તાનનું વેપાર પ્રતિનિધિમંડળ શામેલ નહિ થાય. શામેલ નહી થવા પાછળનું  કારણ બીજું કોઈ નહી પરંતુ પાકિસ્તાનના વેપારીઓને ભારત આવવા માટેના વિઝા નથી મળ્યા.

ગાંધીનગરમાં ૧૮ થી ૨૦ જાન્યુઆરી સુધી આ સમ્મેલન ચાલશે જેનું ઉદ્ઘાટન પીએમ મોદી કરવાના છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ કહ્યું હતું કે તેમણે પાકિસ્તાનને આ સંમેલનમાં શામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ તે લોકોને વિઝા ન મળી શકયા.

એટલું જ નહી પણ સીએમ વિજય રૂપાણીએ પણ કહ્યું હતું કે પાકિસ્તાનનું પ્રધાનમંડળ આ વખતે સંમેલનમાં ભાગ નહી લે.  ઉલ્લેખનીય છે કે આતંકવાદ મામલે ભારત અને પાકિસ્તાનના સંબંધ હાલ તનાવપૂર્ણ છે.