Not Set/ સાવધાન! અમદાવાદમાં આ વિસ્તારમાં રહેતા હોય તો ચેતી જજો, શહેરમાં સામે આવ્યો કોરોનાનો નવો હોટસ્પોટ

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર છે, ત્યારે કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ લેતું નથી. આ સ્થિતિમાં ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કોરોનાથી અસર થઇ છે અને કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કેસનો આંકડો 16,700 હજારને પાર પહોંચ્યો છે, જેમાંથી સૌથી વધુ 12,000 જેટલા કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ સ્થિતિમાં હવે અમદાવાદમાં […]

Ahmedabad Gujarat
5aaef9a437d83b4f33cab2e32cc8c80b સાવધાન! અમદાવાદમાં આ વિસ્તારમાં રહેતા હોય તો ચેતી જજો, શહેરમાં સામે આવ્યો કોરોનાનો નવો હોટસ્પોટ
5aaef9a437d83b4f33cab2e32cc8c80b સાવધાન! અમદાવાદમાં આ વિસ્તારમાં રહેતા હોય તો ચેતી જજો, શહેરમાં સામે આવ્યો કોરોનાનો નવો હોટસ્પોટ

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર છે, ત્યારે કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ લેતું નથી. આ સ્થિતિમાં ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કોરોનાથી અસર થઇ છે અને કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કેસનો આંકડો 16,700 હજારને પાર પહોંચ્યો છે, જેમાંથી સૌથી વધુ 12,000 જેટલા કેસ અમદાવાદમાં નોંધાયા છે.

આ સ્થિતિમાં હવે અમદાવાદમાં આવેલા બાપુનગર વોર્ડની પરિસ્થિતિ કોરોના પોઝિટિવ કેસની સંખ્યાને ધ્યાનમાં લેતા ગંભીર બનતી જઈ રહી છે. શનિવારે સાંજ સુધીમાં બાપુનગર અને ઉત્તરઝોનમાં આવેલા નરોડા વોર્ડમાં કોરોનાના વધુ 39 પોઝિટિવ કેસ નોંધાયા છે. 

બાપુનગર વોર્ડમાં પતંજલી સોસાયટી, હાઉસીંગ બોર્ડના મકાનોમાં, ગરીબનગર, શિવશકિતનગર, મોહનનગર, માહેશ્વરી સોસાયટી, કવિનગરની ચાલી, મંગલમ ફલેટ, ચામુંડાનગર, ફ્રૂટવાળી ચાલી વગેરે વિસ્તારમાં કોરોના પોઝિટિવના એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. હાઉસીંગ બોર્ડના મકાનોમાં આઠ પોઝિટિવ કેસ નોંધાયા છે. પરંતુ ચોકાવનારી વાત એ છે કે, આ વિસ્તારમાં નોંધાતા કોરોનાના પોઝિટિવ કેસ અંગેની વિગત સ્થાનિક કોર્પોરેટરોને તંત્ર દ્વારા અપાતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.