Surat/ દિવ્યાંગ યુવતી સાથે દુષ્કૃત્ય કરી ગર્ભવતી બનાવનાર આરોપીની ધરપકડ

સમગ્ર મામલે યુવતીને ઘરે લાવી કાકા-કાકીએ પૂછપરછ કરી હતી. આ દરમિયાન યુવતીએ તેની ભાષામાં જણાવ્યું હતું કે બાજુમાં રહેતા………………

Top Stories Gujarat
Image 2024 04 24T123703.423 દિવ્યાંગ યુવતી સાથે દુષ્કૃત્ય કરી ગર્ભવતી બનાવનાર આરોપીની ધરપકડ

@દિવ્યેશ પરમાર

Surat News: સુરતના અમરોલી પોલીસ મથક વિસ્તારમાં એક માનસિક દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે. યુવતીને ગર્ભ રહી જતા આખો મામલો સામે આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે અમરોલી પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં યુપીવાસી પરિવાર સાથે 18 વર્ષીય દિવ્યાંગ યુવતી રહે છે. યુવતી માનસિક રીતે દિવ્યાંગ છે જેથી કાકા કાકી સાથે રહે છે. યુવતીના માતા વતનમાં રહે છે ત્યારે થોડા દિવસ પહેલાં યુવતીને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને ઉલટીઓ થવા લાગતા તેમના કાકા કાકી તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબી પરીક્ષણમાં બહાર બહાર આવ્યું હતું કે, યુવતીને ત્રણ મહિનાનો ગર્ભ છે. આ વાત સાંભળી કાકા કાકીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

સમગ્ર મામલે યુવતીને ઘરે લાવી કાકા-કાકીએ પૂછપરછ કરી હતી. આ દરમિયાન યુવતીએ તેની ભાષામાં જણાવ્યું હતું કે બાજુમાં રહેતા પ્રદીપ ધર્મરાજ પટેલે તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. યુવતી ત્રણેક મહિના પહેલા ઘરે એકલી હતી. આ દરમિયાન આરોપી પ્રદીપ પટેલે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે યુવતીને ધમકી આપી હતી કે, જો પોતે કોઈને આ વાત કેહશે તો જાનથી મારી નાખશે. જોકે, સમગ્ર મામલે યુવતીના કાકા કાકીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પ્રદીપ ધર્મરાજ પટેલની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી પરિણીત છે અને એક સંતાનનો પિતા છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સ્માર્ટ સિટી વડોદરામાં ભરઉનાળે નદીઓ વહી, અધિકારીઓ ઘોર નિંદ્રામાં

આ પણ વાંચો:પાલનપુરમાં મહેશ્વરી પેપરમિલમાં ગેસ ગૂંગળામણથી 3 મજૂરોના મોત

આ પણ વાંચો:અમદાવાદમાં ગરમી વધતા તાવ, ઇન્ફ્લુએન્ઝા, કોવિડ જેવા ચેપી રોગોના કેસોમાં વધારો

આ પણ વાંચો:AMTSની બસ છે કે ‘યમદૂત’, એક દાયકામાં 171ને પહોંચાડ્યા યમસદન