Not Set/ રાત્રિ કરફયુથી જિમના સંચાલકોની રોજી ઉપર પડી લાત, સંચાલકોમાં રોષ ફેલાયો

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા મહાનગરપાલિકા દ્વારા જીમને અનિશ્ચિત કાળ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. AMCના આ નિર્ણયના વિરોધમાં જીમ ચાલુ થાય તે માટે માલિકો રસ્તા પર ઉતર્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એકત્ર થઇને જીમના માલિકોએ જીમ ચાલુ કરવાની માંગ કરી છે. 50થી વધુ જીમના માલિકોએ અમદાવાદ મહાનગરપાલિકાની કચેરી આગળ ભેગા થઇને તંત્રને રજૂઆત કરી […]

Ahmedabad Gujarat
Ahmedabad gym રાત્રિ કરફયુથી જિમના સંચાલકોની રોજી ઉપર પડી લાત, સંચાલકોમાં રોષ ફેલાયો

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા મહાનગરપાલિકા દ્વારા જીમને અનિશ્ચિત કાળ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. AMCના આ નિર્ણયના વિરોધમાં જીમ ચાલુ થાય તે માટે માલિકો રસ્તા પર ઉતર્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એકત્ર થઇને જીમના માલિકોએ જીમ ચાલુ કરવાની માંગ કરી છે.

50થી વધુ જીમના માલિકોએ અમદાવાદ મહાનગરપાલિકાની કચેરી આગળ ભેગા થઇને તંત્રને રજૂઆત કરી હતી. જીમના માલિકોનું કહેવુ છે કે કોરોનામાં ફીટ રહેવા માટે લોકોએ જીમ જવુ જોઇએ.

અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને પગલે અમદાવાદ મહાનગરપાલિકા અને શહેર પોલીસના અલગ અલગ અર્થઘટનને લઇને કેટલાક જીમ સંચાલકો દ્વારા જીમ પ્રવૃતિ શરૂ કરવામાં આવતા હોબાળો થયો હતો. AMC અને પોલીસ વચ્ચે વાતચીત બાદ કોરોનાની સ્થિતિને જોતા જીમ ચાલુ નહી રાખી શકાય તેવો આદેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

17 માર્ચ મધરાતથી અમદાવાદમાં શહેરમાં કાંકરીયા લેકફ્રંટ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ, સ્પોર્ટ્સ ક્લબ સહિતની પ્રવૃતિઓ ઉપરાંત જીમનેશિયમની પ્રવૃતિઓ બીજી સૂચના ના મળે ત્યાં સુધી બંધ રાખવા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂચના જાહેર કરવામાં આવી હતી. બે દિવસ પહેલા પોલીસ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા જાહેરનામામાં જીમનેશિયમ પ્રવૃતિ અંગે કોઇ ઉલ્લેખ કરવામાં ના આવતા જીમ સંચાલકોમાં અસમંજશતાની સ્થિતિ જોવા મળી હતી. આ મામલે વિવાદ થતા AMC અને શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની મીટિંગ મળી હતી જેમાં આગામી આદેશ સુધી જીમને બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો.