Not Set/ રણનો રણકાર, રબારી સમાજનું ગૌરવ અને ભારતને બે યુદ્ધમાં જીત અપાવનાર બેતાજ બાદશાહ એટલે રણછોડ પગી

યુદ્ધની જયારે પણ વાત નીકળે તો રણમાં પગના પગરવ શોધી ને જીત તરફ લઈ જનાર રણછોડ પગી નું નામ સન્માન ભેર લેવાય છે. 

Gujarat Others Trending
arc vector electric bike 1 7 રણનો રણકાર, રબારી સમાજનું ગૌરવ અને ભારતને બે યુદ્ધમાં જીત અપાવનાર બેતાજ બાદશાહ એટલે રણછોડ પગી

રણનો રણબંકો રણછોડ પગી : ભારતમાં રણછોડ નામને બે વખતે જ ઈજ્જત મળી એક ભગવાન રણછોડને અને બીજી વખત રણછોડ પગીને.  બનાસકાંઠા સરહદી વિસ્તાર સુઇગામ લીંબાલા ગામના વતની અને ઘેટા બકરા ચરાવતા રબારી પરિવારનો સદસ્ય રણછોડ ભાઈની કોઠાસૂઝ અને પગના પગલાં ઓળખવાની કુદરતી ભેટના કારણે ભારત એ યુદ્ધ માં બે વખત મદદ લઇ યુદ્ધ જીત્યું હતું. યુદ્ધની જયારે પણ વાત નીકળે તો રણમાં પગના પગરવ શોધી ને જીત તરફ લઈ જનાર રણછોડ પગીનું નામ સન્માન ભેર લેવાય છે.  રણછોડ પગી ઊંટના પગલાં જોઈને ઉટ ક્યાંથી આવ્યું અને ઉપર કેટલા લોકો બેઠા છે એ કહી દેતા હતા. પગલાં જોઈને કેટલા માણસો કઈ દિશામાં ગયા અને કેટલા સમય પહેલા પસાર થયા એ પારખવાની શક્તિ પગીમાં હતી. રણમાં રસ્તો બનાવવાની એમના અનોખી કુદરતી શક્તિ એ અમર બનાવી દીધા .

arc vector electric bike 1 9 રણનો રણકાર, રબારી સમાજનું ગૌરવ અને ભારતને બે યુદ્ધમાં જીત અપાવનાર બેતાજ બાદશાહ એટલે રણછોડ પગી

લિબાલા ગામના અને ભારતનું ગૌરવ એવા રણછોડ પગીના ઘરના સભ્યોના જણાવ્યા અનુસાર રણછોડ પગીએ 1965 અને 1971ના યુદ્ધમાં ભારતીય સૈન્યને મદદ કરી હતી. પાકિસ્તાન સામે વિજય મેળવવા માં રણછોડ પગીનો સિંહફાળો હતો. સરહદે 1200 સૈનિકો છુપાયેલા હતા. જે રણછોડ પગીએ પગલાં પર થી શોધી કાઢ્યા હતા. જે ભારતીય સૈનિક ને કરેલી મદદ જીત તરફ લઈ ગઈ હતી. 1971માં પગીના માર્ગદર્શન હેઠળ રણમાં મોરચો મંડાયો હતો. પાકિસ્તાનના પાલીનગર શહેરમાં ત્રિરંગો લહેરાયોએ રણછોડ પગીની ભૂમિકાના લીધે શક્ય બન્યું હતું. 1965 અને 1971 ના યુદ્ધ માં યોગદાન આપવા બદલ રણછોડ પગીને ત્રણ સન્માન મળ્યા હતા. સંગ્રામ મેડલ પોલીસ મેડલ અને સમર સેવા મેડલ આપવામાં આવ્યાહતા. રણછોડ પગીએ 2008 માં સ્વૈચ્છિક નિવૃત્ત લીધી આમ રણછોડ પગી એ કરેલ કાર્ય નું આજે પણ દરેક ક્ષેત્રે નોંધ લેવાઈ રહી છે.

arc vector electric bike 1 8 રણનો રણકાર, રબારી સમાજનું ગૌરવ અને ભારતને બે યુદ્ધમાં જીત અપાવનાર બેતાજ બાદશાહ એટલે રણછોડ પગી

પોલીસચોકી નું નામ પણ રણછોડ પગી ચોકી

રણનો રણબંકો રણછોડ પગી ના નામેં સુઇગામની સરહદી વિસ્તારની એક પોલીસચોકીનું નામ પણ છે. હાલ બોડર પર બની રહેલા મ્યુઝીમ અને થતા અનેક પ્રકારના વિકાસને લઈ સ્થાનિકો ની માંગ ઉઠી છે કે નડેશ્વરીની આસપાસ રણછોડ પગીની પ્રતિમા મુકાય અને નડેશ્વરી મંદિરથી મ્યુઝિયમ સુધીના રસ્તાનું નામ પણ રણછોડ પગીના નામે અપાય.  આ બાબતે ગૃહમંત્રી પ્રદીપસિંહએ સારા સંકેત પણ આપ્યા છે. જો વધુ માં વાત કરવામાં આવે તો 1971 માં યુદ્ધમાં જનરલ માણેકશા હતા.  જેઓ એ હેલિકોપ્ટર મોકલીને રણછોડ પગી ને બોલાવી ને રાત્રી ભોજન રણછોડ પગી સાથે લીધું હતું રણછોડ પગીના કામ ને લઈ હિન્દી ફિલ્મ પણ બની રહી છે જેમાં સંજય દત્ત રણછોડ પગીનો રોલ કરી રહ્યા છે.  જે ફિલ્મ ભુજ નામ થી થશે રિલીઝ.

રણછોડ પગીએ બનાસકાંઠા કે રબારી સમાજનું નહિ પણ ભારતનું ગૌરવ છે.  સતત એમની સેવાનો ભારતીય સૈનિકોને લાભ મળ્યો હતો.  પગના પગરવ ઓળખવાની અજબ ગજબની શક્તિએ ભારતને બે બે વખત યુદ્ધમાં વિજય તરફ લઈ ગઈ છે. અને 2013 માં 112 વર્ષ ની ઉંમરે એમનો  સ્વર્ગવાસ થયો હતો. આજે પણ તેમના પરિવાર ના સદસ્યો પગી તરીકેનું કાર્ય કરી રહ્યા છે જે એક વારશા માં મળેલી ભેટ સમાન છે.

રસીકરણ / શું Cavaxin અને Covishield વેક્સીનની મિશ્ર માત્રા લેવી સલામત છે?

ગુજરાત / રાજ્યમાં હવે ખાનગી શાળાની સામે સરકારી શાળાનું વધ્યુ મહત્વ

ધમકીભર્યો E-mail / દિલ્હીનાં IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી