Recession/ મંદીમાં ક્રૂઝ: આ કારણથી વિશ્વનું પ્રથમ ‘ક્રિપ્ટો’ક્રૂઝ જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાતમાં ભંગારમાં થશે તબદીલ…

સમગ્રવિશ્વની અર્થવ્યવસ્થા પર કોરોનાનો પડછાયો ઘેરાયો છે. સૌથી વધુ ફટકો પ્રવાસન ઉદ્યોગને પડ્યો છે. શાનો-શૌકત માટે જાણીતા ઘણા લક્ઝરી ક્રુઝ ભંગારમાં ફેરવાઈ રહ્યા છે. તાજેતરમાં જ અનેક ક્રુઝ

Top Stories Gujarat
1

સમગ્રવિશ્વની અર્થવ્યવસ્થા પર કોરોનાનો પડછાયો ઘેરાયો છે. સૌથી વધુ ફટકો પ્રવાસન ઉદ્યોગને પડ્યો છે. શાનો-શૌકત માટે જાણીતા ઘણા લક્ઝરી ક્રુઝ ભંગારમાં ફેરવાઈ રહ્યા છે. તાજેતરમાં જ અનેક ક્રુઝ ગુજરાતના અલંગ શિપયાર્ડમાં પહોંચી ગયા છે. હવે વિશ્વના પ્રથમ ‘ક્રિપ્ટો’ ક્રુઝનું નામ ઉમેરવામાં આવ્યું છે. આ ક્રુઝ ભંગારમાં તબદીલ કરવા માટે ગુજરાત માટે રવાના કરી દેવામાં આવ્યું છે.

CoinsBank Blockchain Cruise Mediterranean 2019

UNIVERSITY / દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી  સંલગ્ન કોલેજોમાં 4 જાન્યુઆરીથી ઓન…

જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાત પહોંચ્યા બાદ ક્રિપ્ટો ક્રુઝની હરાજી

જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાત પહોંચ્યા બાદ ક્રિપ્ટો ક્રુઝની હરાજી કરવામાં આવશે.આ ઓસ્ટ્રેલિયન ક્રુઝનું નામ અગાઉ પેસિફિક ડોન હતું, જે વિશ્વનો પહેલો ‘ક્રિપ્ટો’ ક્રુઝ છે. બાદમાં તેના નવા માલિક દ્વારા તેનું નામ બદલીને એમ.એસ. સતોશી રાખ્યું હતું. જો કે, કોરોનાને લીધે, ક્રુઝ જિબ્રાલ્ટરમાં લગભગ એક વર્ષ લાંગરેલો પડી રહ્યો. ભારે જાળવણી અને વીમા ખર્ચને લીધે, કંપની હવે તેને ભંગારમાં વેચવા જઈ રહી છે. તે જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાત પહોંચશે તેવી સંભાવના છે. ગુજરાતની ઘણી કંપનીઓ તેને ખરીદવાની હરીફાઈ કરી રહી છે. ભારત આવ્યા બાદ તેની હરાજી કરવામાં આવશે.

Cruise Ship Named Satoshi Aims to Become a Hub for Crypto Companies

Supreme Court / ભૈયુજી મહારાજ આપઘાત કેસ : ઝઘડા બાદ પત્ની આયુષીએ કાંડાની નસ ક…

આ પહેલો ક્રુઝ  જેમાં ક્રિપ્ટો ચલણ દ્વારા સંપૂર્ણ વ્યવહાર કરવામાં આવ્યો હતો.

આ પહેલો ક્રુઝ હતો જેમાં ક્રિપ્ટો ચલણ દ્વારા સંપૂર્ણ વ્યવહાર કરવામાં આવ્યો હતો.ક્રુઝમાલિકો તેને ફ્લોટિંગ સિટી બનાવવા માંગતા હતા.ક્રુઝમાં લગભગ 2000 મુસાફરોની ક્ષમતા છે. તેના માલિક ચાડ એલ્વરક્ટોવસ્કીની તેને તરતા શહેર બનાવવાની યોજના હતી. ચાડ તેમાં બનાવેલા 777 વૈભવી કેબિન ભાડે આપવા માગતો હતો, પરંતુ લોકોના વીમાના પૈસાને કારણે આ યોજના અવ્યવસ્થિત થઈ ગઈ. આખરે વેચવાનું નક્કી કરવું પડ્યું.

Gujarat / શું નવા વર્ષમાં ગુજરાતમાં એલિયન્સનું આગમન ? વિશ્વના ૩૦ શહેરો…

ક્રિપ્ટો’ ક્રુઝ નો અર્થ શું છે?

હકીકતમાં, આ ક્રુઝની સંપૂર્ણ વ્યવહાર કિંમત ક્રિપ્ટો ચલણ દ્વારા હતી. ક્રિપ્ટો ચલણથી ટ્રાન્ઝેક્શન કરનારો તે વિશ્વનો પ્રથમ ક્રૂઝ હતો. ક્રિપ્ટો ચલણને લીધે, મુસાફરોના તમામ ખર્ચ ગુપ્ત હતા. આને કારણે, તે ધનિક લોકોની પહેલી પસંદ હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…