આંખના ચેપી રોગનો પગ પેસારો/ અરવલ્લીમાં ‘કન્જક્ટિવાઇટિસ’નો કહેર, એક સાથે 39 વિદ્યાર્થીઓને લાગ્યો ચેપ

મેઘરજની આશ્રમ શાળામાં એકસાથે 39 વિદ્યાર્થીને કન્જક્ટિવાઇટિસ રોગની અસર જોવા મળી છે.જે બાદ તમમાં બાળકોને મેઘરજની હોસ્પિટલમાં મોકલીને તપાસ કરવામાં આવી હતી.

Gujarat Others
Untitled 16 અરવલ્લીમાં 'કન્જક્ટિવાઇટિસ'નો કહેર, એક સાથે 39 વિદ્યાર્થીઓને લાગ્યો ચેપ

ગુજરાતમાં કન્જક્ટિવાઇટિસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.  શહેરો બાદ હવે ગ્રામિણ વિસ્તારોમાં પણ આંખ આવવાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. ત્યારે આવામાં અરવલ્લી જિલ્લામાં હવે કન્જક્ટિવાઇટિસ રોગના કેસોમાં વધારો જોવા મળ્યો છે. અહીં મેઘરજની આશ્રમ શાળામાં એકસાથે 39 વિદ્યાર્થીને કન્જક્ટિવાઇટિસ રોગની અસર જોવા મળી છે.જે બાદ તમમાં બાળકોને મેઘરજની હોસ્પિટલમાં મોકલીને તપાસ કરવામાં આવી હતી.

Untitled 16 1 અરવલ્લીમાં 'કન્જક્ટિવાઇટિસ'નો કહેર, એક સાથે 39 વિદ્યાર્થીઓને લાગ્યો ચેપ

જણાવીએ કે, આશ્રમ શાળાના તમામ વિદ્યાર્થીને આંખમાં દુખાવો અને આંખો લાલ થવાની ફરિયાદ હતી. જેને લઈ તમામ બાળકોની મેઘરજ હોસ્પિટલમાં તપાસ કરાઇ છે. જે બાદ તેમને હોસ્પિટલમાં લઈ જઈને તપાસ કરવામાં આવી હતી સાથે જ ડ્રોપ-દવા અને ચશ્મા અપાયા હતા.

Untitled 16 અરવલ્લીમાં 'કન્જક્ટિવાઇટિસ'નો કહેર, એક સાથે 39 વિદ્યાર્થીઓને લાગ્યો ચેપ

કેવી રીતે ફેલાય છે કન્જક્ટિવાઇટિસ?

આંખ આવવી એટલે આંખના સફેદ ભાગમાં લાલ રક્ત વાહિનીઓ વધુ પ્રમાણમાં દેખાવા લાગે, અને આંખોને સોજો આવવા લાગે. કન્જક્ટિવાઇટિસ વાઈરલ કે બેક્ટેરિયલ હોઈ શકે છે. ઘણી વખત એલર્જી અથવા કેમિકલના પાણીથી પણ ચેપ લાગે છે. જે દર્દીને આ રોગ થયો હોય તેમણે ચશ્માં પહેરવા જોઈએ. ચશ્મા ન પહેરવાથી તેમના સંપર્કમાં આવનાર વ્યક્તિને આ રોગ થવાની સંભાવના વધી જાય છે. તબીબોના મતે હવાના માધ્યમથી (સિગારેટ, ક્લોરિનયુક્ત પાણી, પ્રાણીઓ દ્વારા, વાહનોનો ધૂમાડો) આ ચેપી રોગ ફેલાય છે. તદુપરાંત બીમાર વ્યક્તિની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાથી, ધૂળ-રજકણના માધ્યમથી પણ કન્જક્ટિવાઇટિસ થાય છે. નાક અથવા હાથ દ્વારા પણ ફેલાય છે.

આંખના રોગથી બચવા શું કરવું જોઈએ

  • આંખો પર હાથ અડાવવો જોઈએ નહી
  • હાથને વારંવાર સાબુથી ધોવા જોઈએ
  • બહાર જતી વખતે આંખોને વારંવાર અડકવું નહી
  • જરૂર વિના જાહેર સ્થળો પર જવું નહી
  • ચેપ ગ્રસ્ત વ્યક્તિથી દુર રહેવું

આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:એસ. કે. લાંગાના જમીન કૌભાંડ મામલે હાલના મંત્રીના અધિક અંગત સચિવની હકાલપટ્ટી

આ પણ વાંચો:જૂનાગઢ મનપાની ઘોર બેદરકારી, ગટરનું ઢાંકણું શોધવા નવો બનાવેલ રસ્તો ખોદી કાઢ્યો