Gujarat/ નવા વર્ષથી શાળાઓમાં નવી શિક્ષણ નીતિની અમલવારી, સરકારની મંત્રણા

કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ દાયકા બાદ નવી શિક્ષણ નીતિ ની જાહેરાત કરવામાં આવી છે ત્યારે નવા વર્ષે તેને અમલમાં મૂકવા માટે સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ચર્ચા-વિચારણા શરૂ થઈ ચૂકી છે.

Top Stories Gujarat
new

કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ દાયકા બાદ નવી શિક્ષણ નીતિ ની જાહેરાત કરવામાં આવી છે ત્યારે નવા વર્ષે તેને અમલમાં મૂકવા માટે સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ચર્ચા-વિચારણા શરૂ થઈ ચૂકી છે. ભારત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ લાગુ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધો-9 થી ધો-12માં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાની દિશામાં વિચારણા કરવામાં આવી છે.

સરકાર અને શિક્ષણ વિદો વચ્ચેની મંત્રણા અંતર્ગત ધો-9 થી ધો-12ને આઠ સેમેસ્ટરમા વિભાજીત કરીને દર છ મહિને પરીક્ષા લેવાની વ્યવસ્થા ગોઠવાઈ હોવાનુ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું. આ ઉપરાંતનવી શિક્ષણ નીતિ આગામી શૈક્ષણિક સત્ર 2021થી લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમ શિક્ષણ વિભાગના આધિકારીક સૂત્રોએ જણાવ્યુ હતું.

reopen / શાળા અને કોલેજો જાન્યુઆરીથી ખોલવાના સંકેત, ધોરણ 10 અને 12 ની…

આ અંગે શિક્ષણ વિભાગના આધિકારીક સુમાહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, નવા શૈક્ષણિક સત્ર 2021થી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં મૂકવા માટે કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલયની સુચના અનુસાર એક કમિટીની રચના કરવામાં આવી છે, જેના માર્ગદર્શન હેઠળ ફાઇનલ અમલવારી નીતિની જાહેરાત થઈ શકે છે.કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલયની સુચના અનુસાર ગઠિત કમિટીએ નવી શિક્ષણ નીતિ અંતર્ગત એક ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો.આ ડ્રાફ્ટને કેન્દ્ર સરકારમાં મોકલાયા બાદ કેન્દ્ર સરકારને પ્રાપ્ત થયેલા સુચનોને સમાવીને ખરડો તૈયાર કરાયો હતો.

Political / પ્રશાંત કિશોરે BJP ને આપી ચેલેન્જ, પં.બંગાળમાં નહી મેળવી શકે…

આ ખરડો લોકસભા અને રાજ્યસભા પસાર થયા બાદ નવી શિક્ષણ નીતિ અમલમાં આવશે. દરમિયાન સરકારને મોકલેલા ડ્રાફ્ટમાં 3 થી 6 વર્ષના છાત્રો માટે પ્રી-પ્રાઈમરી એજ્યુકેશનથી ધો-2 સુધીનો અભ્યાસક્રમ પ્રારંભિક શિક્ષણના સમયમાં સમાવેશ કરાયો છે.જેમા માતૃભાષા ફરજિયાત કરાઈ છે.

gujarat visit / રાષ્ટ્રપતિ કોવિંદ ફરીથી આવશે ગુજરાતની મુલાકાતે, આ સ્થાને કરશ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…