@અમિત રૂપાપરા
27 ફેબ્રુઆરી 2023ના રોજ સુરતના સચિનના કપલેટામાં 1 વર્ષ 9 માસની બાળકી સાથે રેપ વીથ મર્ડરની ઘટના બની હતી. આ ઘટનામાં સચિન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી ઘટનાના ગણતરીના કલાકોમાં જ નરાધમ યુસુફ ઈસ્માઈલ નામના ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા ચાર્જશીટ કરવામાં આવી હતી અને 5 મહિના સુરત કોર્ટમાં ચાલ્યો હતો. છઠ્ઠા એડિશનલ જજ એસ.એન. સોલંકીની કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા અને સરકારી વકીલની દલીલના આધારે યુસુફને કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.
31 જુલાઈના રોજ આરોપી યુસુફ ઇસ્માઈલને કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. યુસુફ દોષિત જાહેર થયા બાદ સરકારી વકીલ તરફથી આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય ગુનામાં જે આજીવન કેદની સજા છે તેમાં આરોપીને સજાના અમુક સમય સુધી એકાંતવાસ આપવામાં આવે તેવી પણ સરકારી વકીલ તરફથી માંગણી કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે કોર્ટ દ્વારા વધુ સુનાવણી 2 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવી હતી. જેમાં તમામ પુરાવાઓ અને સરકારી વકીલની દલીલોના આધારે નરાધમ યુસુફ ઇસ્માઈલને ફાંસીની સજા કરવામાં આવી છે. આ ઉપરાંત કોર્ટ દ્વારા ભોગબનનાર બાળકીના પરિવારના સભ્યોને સહાય પેટે 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
નરાધમ યુસુફ ઇસ્માઇલ દ્વારા બાળકીના શરીર પર અલગ અલગ જગ્યા ઉપર ઈજા કરવામાં આવી હતી અને તેના પેટના ભાગે બચકું પણ ભરવામાં આવ્યું હતું. મહત્વની વાત છે કે, 431 પાનાની ચાર્જશીટ સુરત પોલીસ દ્વારા કોર્ટમાં ફાઇલ કરવામાં આવી હતી. સચિન પોલીસ દ્વારા ઘટના બન્યાના 11 દિવસના સમયમાં જ સુરત કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. તો પોલીસને તપાસ દરમિયાન આરોપીનો મોબાઇલ ચેક કરતા ઘણા બધા એવા વીડિયો મળ્યા હતા કે મહિલા કે, બાળકીના નાભીના ભાગને કઈ રીતે ગંભીર ઇજા પહોંચાડી શકાય અને બાળકીનું મોત નિપજાવી શકાય.
મહત્વ મહત્વની બાબત એ પણ કોર્ટ દ્વારા ધ્યાને લેવામાં આવી હતી કે આરોપીની ઉંમર નાની હોવા છતાં પણ તેને અગાઉ 35 થી 40 વર્ષની મહિલા સાથે પણ આ પ્રકારનો એક કૃત્ય કર્યું હતું. નરાધન યુસુફ ઇસ્માઈ ભોગ બનનાર બાળકીના પિતાનો મિત્ર જ હતો અને અવારનવાર આ બાળકીને રમાડવા માટે પોતાની સાથે લઈ જતો હતો. ઘટનાના દિવસે પણ નરાધમ યુસુફ ઇસ્માઇલ બાળકીને પોતાની સાથે લઈ ગયો હતો અને ગામના લોકો દ્વારા પણ યુસુફને બાળકીને લઈ જતા જોયો હતો.
સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા કહેવામાં આવ્યુ કે, આ કેસમાં એક SITની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ 11 દિવસમાં જ 413 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી. સાયન્ટિફિક પુરાવાઓ આ કેસમાં ખૂબ મહત્ત્વના રહ્યા છે. સુરતમાં દેશના અલગ અલગ રાજયના લોકો આવે છે. દુર્ભાગ્યવશ ક્યારેક આવા ગંભીર કેસ સામે આવે છે. ન્યાય તંત્ર ગતિથી કામ કરી શકે છે તેનું આ એક પ્રમાણ છે અને આ કેસથી લોકોનો વિશ્વાસ પણ ન્યાયતંત્ર પર વધશે. જે અધિકારીઓ દ્વારા આ કેસમાં કામ કરવામાં આવ્યું છે તેમને ઇનામ પણ અપાવવામાં આવશે. આ ઉપરાંત સુરત પોલિસ કમિશનર દ્વારા વધુમાં કહેવામાં આવ્યું હતું કે, વર્ષ 2022 અને 23માં સફળ ઇન્વેસ્ટિગેશનથી 7 ફાંસીની સજા ચુકાદા, 6 કેસમાં આજીવન કેદના ચુકાદા અને 23 કેસોમાં આજીવન કેદની સજાના ચુકાદા આવ્યા છે.
આ પણ વાંચો:રિવરફ્રન્ટ પર વધુ એક વ્યક્તિને બોટીંગ કરવી પડી ભારે, જુઓ દિલધડક રેસ્ક્યૂ
આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત
આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી
