Vaccination/ અમદાવાદમાં કોરોનાની રસી લેનાર માટે થશે ડ્રો, વિજેતાને આપવામાં આવશે 60 હજારનો મોબાઇલ

દેશનાં તમામ નાગરિકોનું રસીકરણ જલ્દી જ પૂર્ણ થાય તે માટે જરૂરી છે કે લોકો સામેથી આવીને રસી મુકાવે. પરંતુ આજે પણ ઘણા લોકો એવા છે કે રસી ન લેવાનાં કોઇને કોઇ બહાના બતાવતા હોય છે.

Top Stories Ahmedabad Gujarat
રસીકરણ
  • અમદાવાદમાં રસીકરણ માટે પ્રોત્સાહન,
  • રસી લેનારા નાગરિકો માટે ડ્રો થશે,
  • રસી લેનારા લકી નાગરિકને 60 હજારનો મોબાઇલ,
  • કોરોનાનો બીજો ડોઝ લેનારા નાગરિકો માટે ડ્રો,
  • કોર્પો.ની હોસ્પિટલમાં પણ વેક્સીન વિના નો-એન્ટ્રી,
  • દર્દીના સ્વજનો માટે કોર્પો.નો નિર્ણય

દેશમાં રસીકરણને વેગ આપવા માટે લોકોને અલગ-અલગ રીતે પ્રોત્સાહન કરવામાં આવી રહ્યા છે. જો કે હજુ પણ ઘણા લોકો રસી લેવાનું ટાળી રહ્યા છે, ત્યારે જો ગુજરાતની વાત કરીએ તો અહી પણ રસી ન લેવાનાં કારણો આપતા ઘણા લોકો આપને જોવા મળી જશે. ત્યારે હવે અમદાવાદમાં લોકોને રસી લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચો – IPL 2022 / Retain કરવામાં આવેલા ખેલાડીઓની યાદી જાહેર, MI અને CSK એ રીટેન્શનમાં મારી બાજી

દેશનાં તમામ નાગરિકોનું રસીકરણ જલ્દી જ પૂર્ણ થાય તે માટે જરૂરી છે કે લોકો સામેથી આવીને રસી મુકાવે. પરંતુ આજે પણ ઘણા લોકો એવા છે કે રસી ન લેવાનાં કોઇને કોઇ બહાના બતાવતા હોય છે. જો કે આ માટે ઘણીવાર અલગ-અલગ સ્કીમ કે ઓફરની લાલચ આપીને લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યુ છે. આ દિશામાં હવે અમદાવાદ પણ આગળ વધ્યુ છે. અહી હવે લોકોને રસીકરણ માટે લોકોને પ્રોત્સાહન કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં હવે રસી લેનારા નાગરિકો માટે ડ્રો થશે. રસી લેનાર નસીબદાર નાગરિકને 60 હજારનો મોબાઇલ મળશે. આ ડ્રો કોરોનાનો બીજો ડોઝ લેનારા નાગરિકો માટે છે. જો કે, હવે ધીમે ધીમે અલગ-અલગ સ્થળો પર વેક્સિન વિના લોકોની નો-એન્ટ્રી કરી દેવામાં આવી છે. અમદાવાદામાં કોર્પોરેશનની હોસ્પિટલમાં પણ હવે જે લોકોએ વેક્સિન લીધી નહી હોય તેમને નો-એન્ટ્રી રહેશે. આ મહત્વનો નિર્ણ દર્દીનાં સ્વજનો માટે લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો – ભરૂચ /  2 સાઇક્લિસ્ટે આંતરરાષ્ટ્રીય સ્તર પર આયોજિત સાયકલિંગ ઇવેન્ટમાં 200 KM નું અંતર 10.50 કલાકમાં પૂર્ણ કર્યું

ઉલ્લેખનીય છે કે, સુરતમાં પણ આવી જ રીતે લોકોનું રસાીકરણ કરાવવામાં આવી રહ્યુ છે. અહી લોકોને કોરોનાની વેક્સિન વિશે જાગૃત કરવા વેક્સિનેશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જે લોકો કોરોનાથી ડરતા હોય તેમને વેક્સિનેશન કરાવવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. અહી એક અનોખી પહેલ શરૂ કરી દેવામાં આવી છે. જ્યા લોકો વેક્સિન લેવા માટે સામેથી આવે તે માટે એક ભેટ આપવાની શરૂઆત થઇ છે. તમે થોડા દિવસો પહેલા સાંભળ્યુ હશે કે, અમેરિકાનાં વોશિગ્ટનમાં એક અનોખી અને આકર્ષક ઓફર લોકોને આપવામા આવી હતી, જેમા મેયર મુરિલ બોસરે કહ્યુ હતુ કે, વેક્સિન લગાવો અને બીયર લઇ જાઓ.