ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આજથી લોકડાઉનનો ચોથો તબક્કો શરુ થયો છે. આવામાં પરપ્રાંતિય શ્રમિકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. આજે અમદાવાદના IIM રોડ પર શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભારે હોબાળો કરતા જોવા મળ્યા હતા. જેમાં શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કરતા જોવા મળ્યા હતા.
આજે સવારના સમયે શહેરના વસ્ત્રાપુર નજીક IIM રોડ પર મોટી સંખ્યામાં શ્રમિકો વતન પરત ફરવાને લઇને એકઠા હતા. શ્રમિકોએ પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે તોફાની તત્વોની અટકાયત પણ કરી છે.
આ સાથે જ પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. શ્રમિકોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. વતન પરત ફરવાની માંગ સાથે પરપ્રાંતિય શ્રમિકોએ આ કામ કર્યું હતું.
આપને જણાવી દઈએ કે પરપ્રાંતિય શ્રમિકો વારંવાર પોતાનું વિવેકભાન ભુલતા જોવા મળી રહ્યાં છે. ગઇકાલે રાજકોટના શાપર-વેરાવળમાં મીડિયા અને પોલીસકર્મી ઉપર હુમલો કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
