Bhavnagar News/ લ્યો બોલો; હવે પોલીસ સામે જ નોંધાઈ ફરિયાદ, ભાવનગરમાં પોલીસ સ્ટેશનમાં જ ASIએ મચાવી ધમાલ

ASI પૃથ્વીરાજસિંહ રાયજાદા સામે સ્વજન દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, જે ભાવનગર પોલીસ વિભાગમાં ખળભળાટ મચાવી રહી છે.

Top Stories Gujarat Breaking News

Bhavnagar News:ભાવનગર (Bhavnagar) ના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ફરજ પરના એક આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર (ASI)એ નશાની હાલતમાં પોલીસ સ્ટેશનમાં જ હોબાળો મચાવ્યો અને સાથી અધિકારીને ગાળો ગાળવી કરી હતી. આ ઘટનામાં ASI પૃથ્વીરાજસિંહ રાયજાદા સામે સ્વજન દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, જે ભાવનગર પોલીસ વિભાગમાં ખળભળાટ મચાવી રહી છે.

ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI પૃથ્વીરાજસિંહ રાયજાદા નશાની હાલતમાં પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા.આ દરમિયાન તેમણે ન માત્ર અન્ય પોલીસ અધિકારીઓ સાથે ગેરવર્તન કર્યું, પરંતુ એક અધિકારીને બેફામ ગાળો પણ આપી. આ ઘટનાએ પોલીસ સ્ટેશનના વાતાવરણને તંગ બનાવી દીધું હતું.

આ બાબતે અન્ય પોલીસ અધિકારી પી. દેસાઈએ ASI પૃથ્વીરાજસિંહને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની સમજાવટની કોઈ અસર ન થઈ. આખરે, પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી જોઈ, ASI પૃથ્વીરાજસિંહ રાયજાદા સામે ફરિયાદ નોંધવાની ફરજ પડી. આ ફરિયાદ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જ નોંધાઈ, જે એક અસામાન્ય અને ગંભીર ઘટના તરીકે ગણવામાં આવી રહી છે.

આ ઘટનાએ ભાવનગર પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બની ગયો છે. એક પોલીસ અધિકારી દ્વારા જ પોલીસ સ્ટેશનમાં આવું અશોભનીય વર્તન કરવું એ ન માત્ર શિસ્તનો ભંગ છે, પરંતુ પોલીસ વિભાગની પ્રતિષ્ઠા પર પણ આઘાત પહોંચાડે છે. લોકોમાં પણ આ ઘટના અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, અને ઘણા લોકો પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યુ, ગર્ભ રહેતા યુવતીનો આપઘાત

આ પણ વાંચો:ભાવનગરમાં ભૂવા પર દુષ્કર્મની ફરિયાદ, પરિવારને મારી નાખવાની ધમકી આપતો

આ પણ વાંચો:ભાવનગરમાં પરીણિતા સાથે વિધર્મીએ આચર્યુ દુષ્કર્મ