Ahmedabad News/ અમદાવાદમાં ગોતાના સેવન બ્લીસ ફ્લેટમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી જવાથી 5 વર્ષીય બાળકનું મોત

આ ટાંકીનું ઢાંકણું ખુલ્લું હોવાને કારણે આ દુર્ઘટના બની. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ટાંકીનું ઢાંકણું ખુલ્લું હોવાની જાણ સોસાયટીના સભ્યોએ અગાઉથી જ બિલ્ડરને કરી હતી.

Top Stories Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) ના ગોતા (Gota) વિસ્તારમાં આવેલા સેવન બ્લીસ ફ્લેટમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 5 વર્ષીય બાળક દર્શૂલનું અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી જવાથી દુ:ખદ મોત થયું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે, અને બિલ્ડરની બેદરકારી સામે રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ ઘટના ગોતા વિસ્તારમાં આવેલા સેવન બ્લીસ ફ્લેટના પાર્કિંગ વિસ્તારમાં બની હતી. મળતી માહિતી અનુસાર, બાળકો પાર્કિંગ એરિયામાં રમી રહ્યા હતા, તે દરમિયાન 5 વર્ષીય દર્શૂલ અજાણતા અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી ગયો.આ ટાંકીનું ઢાંકણું ખુલ્લું હોવાને કારણે આ દુર્ઘટના બની. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ટાંકીનું ઢાંકણું ખુલ્લું હોવાની જાણ સોસાયટીના સભ્યોએ અગાઉથી જ બિલ્ડરને કરી હતી, પરંતુ બિલ્ડર દ્વારા આ બાબતે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.

સેવન બ્લીસ ફ્લેટના રહીશોએ આ ઘટના માટે બિલ્ડરની બેદરકારીને જવાબદાર ઠેરવી છે. રહીશોનું કહેવું છે કે બિલ્ડરે છેલ્લા દોઢ વર્ષથી સોસાયટીનો વહીવટ સોંપ્યો નથી, અને જાળવણીના કામોમાં ગંભીર બેદરકારી દાખવી છે. ટાંકીનું ઢાંકણું ખુલ્લું હોવાની ફરિયાદ છતાં તેની સમયસર દુરુસ્તી ન કરવામાં આવી, જેના કારણે આ દુ:ખદ ઘટના બની. રહીશોએ બિલ્ડરની આ બેજવાબદારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામની સમસ્યા અંગે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, જાણો શું કહ્યું

આ પણ વાંચો:વિરમગામની બંધ પડેલી દૂધમંડળીઓ ચાલુ કરોઃ હાર્દિક પટેલ

આ પણ વાંચો:વિરમગામના ભોજિયાપુરા ગામે વીજળી પડતા એક ખેડૂતનું મોત