Not Set/ સરપંચ, માજી સરપંચની સામસામે ફરિયાદ, વાંચો શું છે મામલો

નવસારી, ઇટાવાડા ગામના સરપંચ અને માજી સરપંચે સામસામે પોલીસ ફરિયાદ કરતા મામલો ગરમાયો છે. સરપંચે માજી સરપંચ સામે લૂંટની ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી પૂછપરછની કાર્યવાહી કરી છે. સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારી નજીક આવેલા ઇટાળવા ગામે લક્ઝરીયસ કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતમાં ગામના એક શિક્ષકને ઇજા થઇ […]

Top Stories Gujarat Others

નવસારી,

ઇટાવાડા ગામના સરપંચ અને માજી સરપંચે સામસામે પોલીસ ફરિયાદ કરતા મામલો ગરમાયો છે. સરપંચે માજી સરપંચ સામે લૂંટની ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી પૂછપરછની કાર્યવાહી કરી છે.

સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારી નજીક આવેલા ઇટાળવા ગામે લક્ઝરીયસ કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતમાં ગામના એક શિક્ષકને ઇજા થઇ હતી.

સામાન્ય મારામારીની ઘટના બની હતી. ઘટના બાદ સરપંચના ઘરે શિક્ષક અને સરપંચ વાર્તાલાપ કરી રહ્યા હતા ત્યારે માજી સરપંચ સહીતનું ટોળું સરપંચ પર તૂટી પડ્યું હતું.

સોનાની લકી અને 2 લાખની રોકડ રકમની લૂંટ કરી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં કરવામાં આવી. માજી સરપંચના હુમલા બાદ સરપંચના સમર્થકો માજી સરપંચની ઇટાળવા ગામે આવેલ ઓફિસે હુમલાઓ કર્યો અને માજી સરપંચને મારમાર્યાની ફરિયાદ સાથે ૫ લાખની લૂંટ કર્યાની ફરિયાદ ગ્રામ્ય મથકે નોંધાય છે સામસામે નોંધાયેલ ફરિયાદને લઈને પોલીસે કાર્યવાહી હાથધરી છે.