Gandhinagar News/ ગાંધીનગરમાં પાલતુ શ્વાન માટે રજીસ્ટ્રેશન બનશે ફરજિયાત

નવા નિયમો અનુસાર શહેરના તમામ પાલતુ શ્વાનોની નોંધણી ફરજિયાત રહેશે. આ નિયમ અનુસાર શ્વાનના માલિકોએ 209 રૂપિયા નોંધણી ફી સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનને પોતાના અને તેમના પાલતુ પ્રાણીઓ વિશે સંપૂર્ણ માહિતી આપવાની રહેશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
પાલતુ શ્વાન

Gandhinagar News:ગુજરાતમાં પાલતુ શ્વાનના કરડવાના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે અમદાવાદ પછી, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હવે પાલતુ શ્વાનો માટે કડક નિયમો લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠકમાં જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા હતા.

પાલતુ શ્વાન માટે રૂપિયા 209 રજિસ્ટ્રેશન ફી

ગાંધીનગર મનપાની સ્ટેન્ડીંગ કમિટીમાં બનાવેલા નવા નિયમો અનુસાર, શહેરના તમામ પાલતુ શ્વાનોની નોંધણી ફરજિયાત રહેશે. આ નિયમ અનુસાર શ્વાનના માલિકોએ 209 રૂપિયા નોંધણી ફી સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનને પોતાના અને તેમના પાલતુ પ્રાણીઓ વિશે સંપૂર્ણ માહિતી આપવાની રહેશે. ગાંધીનગર શહેરમાં પાલતુ પ્રાણીઓની સંખ્યા ઘટાડવા અને તેમની યોગ્ય સંભાળ સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે.

જાહેરમાં ગંદકી કરતા પાલતુ શ્વાન માટે 500 રૂપિયા દંડ

મ્યુનિસિપલ કોર્પોરેશને (Municipal Corporation) જાહેર સ્થળોએ કચરાથી થતી ગંદકી અટકાવવા માટે નવા નિયમો પણ લાગુ કર્યા છે. નવા નિયમો અનુસાર જો કોઈ પાલતુ શ્વાન જાહેરમાં મળત્યાગ કરે છે અને તેનો માલિક તેને સાફ કરવામાં નિષ્ફળ જાય છે, તો તેને 500 રૂપિયાનો દંડ લાદવામાં આવશે. આપને જણાવી દઈએ આ નિયમો શહેરમાં સ્વચ્છતા જાળવવા અને પાલતુ પ્રાણીઓના સંચાલનમાં શિસ્ત લાવવાનો હેતુથી બ્નવવામાં આવ્યા છે. તેથી ભવિષ્યમાં, પાલતુ બિલાડીઓ અને અન્ય પ્રાણીઓ માટે પણ માર્ગદર્શિકા વિકસાવવામાં આવી શકે છે.

આ પહેલા અમદાવાદ (Ahmedabad) શહેરમાં રાખવામાં આવતા પેટ ડોગના રજીસ્ટ્રેશન માટે પણ નોટિસ આપવામાં આવી હતી જેમાં જરુરી પુરાવાઓ સબમિટ કરી રૂ.500/-નોંધણી ફીની ચુકવણી કરી ઓનલાઇન માધ્યમથી નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી.  જેમાં  પેટ ડોગ ઓનર્સની રિસ્પોન્સિબીલીટી નિભાવવા, પેટ ડોગના રખરખાવ તથા કાળજી લેવા તેમજ અન્ય સલામતી સચવાય તેની તકેદારી રાખવા જેવી બાબતે તમામ પેટ ડોગ ઓનર્સને જાહેર નોટીસ આપી તાકીદ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પેટ ડોગ (પાલતુ શ્વાન)ના રજીસ્ટ્રેશનની અંતિમ તક માટેની છેલ્લી ચેતવણી માટેની જાહેર નોટિસ, પેટ ડોગ રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ….૩૦/૦૬/૨૦૨૫

આ પણ વાંચો:અમદાવાદ શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન (પેટ ડોગ)ના માલિકો,નાગરિકોને નોંધણી કરાવવાની જાહેર સુચના

આ પણ વાંચો:અમદાવાદમાં પાલતુ શ્વાનને લઈ નવા નિયમો, પાલન નહીં કરો તો ગટર-પાણીનાં કનેક્શન કપાશે