Not Set/ વિઘ્નહર્તાને આંગણે બોલાવતા પહેલા 7 યુવાનો પર વિઘ્ન આવી પડ્યું, 2 યુવાનોનાં મોત

ગણેશ ઉત્સવને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે બાપાનાં આગમનમાં માટે તમામ શહેરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને તમામ શહેરોમાં ગણેશ ઉત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવી જ રીતે ભરૂચમાં પણ ગણેશ ઉત્સવની તાડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ વિઘ્નહર્તાને ઉત્સાહભેર આંગણે બોલાવતા પહેલા જ સાત યુવાનો પર […]

Top Stories Gujarat Others

ગણેશ ઉત્સવને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે બાપાનાં આગમનમાં માટે તમામ શહેરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને તમામ શહેરોમાં ગણેશ ઉત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આવી જ રીતે ભરૂચમાં પણ ગણેશ ઉત્સવની તાડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ વિઘ્નહર્તાને ઉત્સાહભેર આંગણે બોલાવતા પહેલા જ સાત યુવાનો પર વિઘ્ન આવી પડ્યું, જેમાં 2 યુવાનોના મોત થયા છે, તો પાંચ સારવાર હેઠળ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચના નેશનલ હાઈવે પાસે આવેલા આદર્શ માર્કેટ નજીક ગણેશ મંડળના યુવાનો ગણેશજીની પ્રતિમા એક લારીમાં લઈ આવી રહ્યા હતા, તે સમયે કરંટ લાગતા બે યુવાનોના મોત થયા છે.  જ્યારે અન્ય પાંચ અન્ય યુવાનો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.