Surat News : સુરતમાં ભૂસ્તર વિભાગની ટીમે સપાટો બોલાવી દીધો છે. જેમાં બે દિવસ સઘન ચેકિંગ અને સરપ્રાઇઝ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં બે દિવસમાં આશરે રૂ. 6 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. સુરત શહેરના પાલ સ્થિત નદી કિનારે રેડ પાડવામાં આવી હતી. તે સિવાય બારડોલી ખાતેના વાઘેચ ગામમાં પણ રેડ પાડવામાં આવી હતી. મહુવેજ રોડ નં-8, વાડી, માંડવીમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ઉપરાંત બારડોલી, કડોદ, સરથાણા પણ મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. લાજપોર, કામરેજ સહિતના વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાયું હતું, ભૂસ્તર વિભાગ દ્વારા 28 ટ્રકોને ઝડપી લેવામાં આવી હતી. 28 ટ્રકો પૈકી રોયલ્ટી પાસ વગરની 19 ટ્રકો જપ્ત કરવામાં આવી હતી.
ફલાઇંગ સ્ક્વોર્ડ અને જિલ્લા કચેરીના સ્ટાફની ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સઘન ચેકિંગ માટે કુલ 9 ટીમો બનાવવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં નજીવી બાબતે પિતાએ કરી પુત્રની હત્યા, જાણો શું છે મામલો
આ પણ વાંચો: કળયુગી પિતાએ કરી પુત્રની ક્રૂર હત્યા
