Jamnagar News: જામનગર (Jamnagar) જિલ્લાની કાલાવડ (Kalawad) નગરપાલિકાની ચૂંટણી(Local Bodies Election)ના સંદર્ભમાં પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે અને મતદારો નિર્ભિકપણે મતદાન કરી શકે, તે માટે પોલીસ વિભાગ દ્વારા તમામ ચાંપતા પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુની ઉપસ્થિતિમાં સમગ્ર કાલાવડ પંથકમાં ચૂંટણી ફરજની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ગઈકાલે કાલાવડ ટાઉન વિસ્તારમાં નગરપાલિકાની ચૂંટણી અંગે જે બિલ્ડીંગોમાં મતદાન થનાર છે, તે મતદાનના સેન્સેટીવ બુથ વાળા બિલ્ડીંગની જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા વિઝીટ કરવામાં આવી હતી.

આ વેળાએ તેઓની સાથે જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા,એ.એસ.પી. અક્ષેશ એન્જિનિયર, રીડર પીએસઆઇ પી. એન. મોરી તથા કાલાવડ ના પોલીસ મથકના પોલીસ અધિકારીઓ તથા અન્ય સ્ટાફ જોડાયેલો રહ્યો હતો, અને તમામ સેન્સેટિવ ગણાતા મતદાન મથકોનું બારીકાઈ થી નિરીક્ષણ કર્યું હતું, તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ એસ.પી. તથા અન્ય અધિકારીઓ દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કાલાવડ ટાઉનમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. કાલાવડ ના વિશાળ પોલીસ કાફલા સાથે કાલાવડ ટાઉનના મુખ્ય વિસ્તારોમાં પોલીસે માર્ચ પાસ્ટ કરી હતી, અને મતદારોને સંપૂર્ણપણે સુરક્ષાનો સંદેશો પાઠવ્યો હતો.
@સાગર સંઘાણી
આ પણ વાંચો:બુટલેગરોના ઘર પર પોલીસ તંત્ર અને વીજ ટુકડીના સામુહિક દરોડા
આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસ છાવણીમાં ફેરવાશે, પોલીસ તંત્ર માટે અઠવાડિયું પડકારજનક
આ પણ વાંચો:સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પોલીસ તંત્ર દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન
