જગવિખ્યાત જેતપુરના સાડી ઉધોગના પ્રદુશન માફિયાઓ બેફામ બન્યા છે, તેવો પોતાની મન માની કરીને ગમે ત્યાં અને કોઈ પણ જગ્યા એ પોતાનું પ્રદુષણ બેફામ રીતે કરે છે અને તેવોનો કોઈ પણ નીતિ નિયમો બંધાય નથી તેવું દેખાય છે.
જેતપુરની જૂનાગઢ રોડ ઉપર આવેલ રહેઠાણની સોસાયટી રહેતા રહેવાસીઓ આ બેફામ પ્રદુષણનો ભોગ બન્યા છે, રહેવાસીનું કહેવું છે કે, સોસાયટી પાછળ આવેલ સાડી છાપવાના કારખાના દ્વારા તેવોના રહેઠાણ વિસ્તાર માંથી પ્રદુષિત પાણીના નિકાલ માટેની ગટર બનાવી નાખી છે, જે ને લઇને આ સોસાયટીના રસ્તાઓ તેવો એ ખોદી નાખ્યા છે અને ચાલવાનું બંધ કરાવી દીધું છે.

આ વિસ્તારના લોકોએ આ બાબતે જેતપુર નગર પાલિકાને ઉગ્ર રજૂઆત કરી હતી. બેફામ બનેલા આ પ્રદુષણ માફિયાઓની હિંમત જોવા જઈએ તો નગર પાલિકાની હદમાં જ કોઈ પણ જાતની મંજૂરી વગર જ સાડીના કારખાનાના પ્રદુષિત પાણીના નિકાલ માટે વગર મંજૂરી જ ગટર બનાવી દીધી છે, આ બાબતે નગર પાલિકાના સતાધીસોને પણ કોઈ પણ જાતની જાણ નથી.

વર્ષોથી પ્રદુષણનો ભોગ બનનાર જેતપુરની પ્રજા માટે તો હવે પ્રદુષણથી છુટકારોએ સ્વપ્ન સમાન છે, જો સરકાર કોઈ નક્કર પગલાંઓ લઈને આ પ્રદુષણના માફિયાઓને સજા કરે તો જેતપુરના રહેવાસીઓ સ્વચ્છ હવામાં શ્વાસ લઇ શકાશે.
