Not Set/ NRIની જમીન પચાવાનો મામલો, BJPના પૂર્વ અગ્રણી ઘર્મેન્દ્રસિંહ વાઘેલા સામે આક્ષેપ કરતા રાજકારણ ગરમાયુ

વડોદરા, વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલી ૨૦ કરોડની જમીન ૭૨ લાખમાં પડાવી લેવાના કારસામાં વડોદરા જીલ્લા ભાજપના પૂર્વ અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ સામેલ છે તેવો આક્ષેપ ફરિયાદીએ કરતા વડોદરામાં રાજકારણ ગરમાયું છે. આ સમગ્ર જમીન વિવાદ મામલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવાનું અને એસપીને પણ ગૃહમંત્રાલય તરફથી આ મામલે સંડોવાયેલા તમામ સામે નિષ્પક્ષ કામગીરી […]

Top Stories Gujarat Vadodara
mantavya 139 NRIની જમીન પચાવાનો મામલો, BJPના પૂર્વ અગ્રણી ઘર્મેન્દ્રસિંહ વાઘેલા સામે આક્ષેપ કરતા રાજકારણ ગરમાયુ

વડોદરા,

વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલી ૨૦ કરોડની જમીન ૭૨ લાખમાં પડાવી લેવાના કારસામાં વડોદરા જીલ્લા ભાજપના પૂર્વ અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ સામેલ છે તેવો આક્ષેપ ફરિયાદીએ કરતા વડોદરામાં રાજકારણ ગરમાયું છે. આ સમગ્ર જમીન વિવાદ મામલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવાનું અને એસપીને પણ ગૃહમંત્રાલય તરફથી આ મામલે સંડોવાયેલા તમામ સામે નિષ્પક્ષ કામગીરી થશે તેમ મંતવ્ય ન્યુઝ સાથેની વાતચીત માં જણાવ્યું હતું.

શું છે પૂરો મામલો

વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલા હરિભક્તિ એક્સ્ટેન્શન  એનઆરઆઈ મહિલા લોપાબેન દવે સંયુક્ત માલિકી ધરાવે છે. અગાઉ લોપાબેનના પિતા અને કાકાના નામે આ જમીન હતી, જેની હાલ બજાર કિંમત ૭૨ કરોડ જેટલી થાય છે.

લોપાબેન દવેના પિતા અને કાકાના મોત થતા વારસાઈમાં પુત્રી લોપાબેન અને કાકી માલિક બન્યા હતા. ત્યાર બાદ લોપાબેન અમેરિકા ગયા હતા જ્યાં તેઓને તેમની ઓફીસના કર્મચારીએ ફોન કર્યો હતો કે તેમની પ્રોપર્ટી વેચાઈ ગઈ છે.

ભાજપના પૂર્વ અગ્રણી ધર્મેન્દ્ર સિંહ વાઘેલા તેઓ સાથે મીટીંગ

જેથી મિલકતમાં પોતે સંયુક્ત ભાગીદાર હોવાથી જમીન કેવી ર્રીતે વેચાઈ તે જાણવા તેઓ વડોદરા આવ્યા હતા. જ્યાં તેઓના કાકીએ તેમને ઘરમાં આવવા દીધા ન હતા. આ મામલામાં દિલીપ પટેલ અને ધર્મવીર જાડેજા નામના બે વ્યક્તિઓ મિલકતના દસ્તાવેજો લઈને આવ્યા હતા અને આ મિલકત તેઓએ ખરીદી હોવાનું જણાવ્યું હતું.

જેને લઈને લોપાબેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં બોગસ દસ્તાવેજો બનાવી જમીનો પચાવી પાડવામાં માહેર એવા દિલીપ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. દરમ્યાન વડોદરાના લીલેરીયા ગ્રુપના વીર પટેલ અને વડોદરા ભાજપના પૂર્વ અગ્રણી ધર્મેન્દ્ર સિંહ વાઘેલા તેઓ સાથે મીટીંગ કરવા આવ્યા હતા અને તેઓએ ફરિયાદી લોપાબેનને ૨૦ કરોડની જમીન વિવાદિત હોઈ ૭૨ લાખ રૂપિયામાં ખરીદવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.

તેવો આક્ષેપ પોલીસ સમક્ષ લોપાબેન દવેએ કરતા પોલીસે વીર પટેલની પૂછપરછ કરી હતી જેમાં તેમની સાથે ધર્મેન્દ્રસિંહ હોવાનું ખુલ્યાનું બહાર આવતા જ રાજકારણ ગરમાયું હતું. કારણ કે અગાઉ પણ જમીનોની બાબતોમાં ધર્મેન્દ્રસિંહનું નામ આવ્યું હતું અને કેસો પણ થયેલા છે.

ધર્મેન્દ્રસિંહ વાઘેલા અગાઉ વાઘોડિયાની બેઠક પર તેમને ભાજપ તરફથી સીટ ન મળતા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે અપક્ષ ચૂંટણી લડી ચુક્યા છે. ત્યારે આજે સમગ્ર જમીન વિવાદ મામલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવાનું અને એસપીને પણ ગૃહમંત્રાલય તરફથી આ મામલે  સંડોવાયેલો તમામ સામે નિષ્પક્ષ કામગીરી થાય થાય તેમ મંતવ્ય ન્યુઝ સાથેની વાતચીત માં જણાવ્યું હતું.

રાજકીય કારકિર્દી પૂરું કરવાનું ષડ્યંત્ર: ધર્મેન્દ્રસિંહ વાઘેલા

સમગ્ર જમીન વિવાદ મામલે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ જમીન વિવાદ સાથે તેઓને કોઈ લેવા દેવા નથી તેઓ ફક્ત પ્રોપર્ટી મામલે મીટીંગ કરવા ગયા હતા અને જે જમીન પચાવી પાડવાની વાતમાં તેઓનું નામ લેવામાં આવ્યું છે તે ફક્ત અને ફક્ત તેમની રાજકીય કારકિર્દી પૂરું કરવાનું ષડ્યંત્ર છે અને જો આ વાત સત્ય જાહેર થાય તો તેઓ રાજકીય જીવન છોડી દેવા પણ તૈયાર છે