Not Set/ CAA/ જામિયા સંઘર્ષ મામલે ભાજપ-કોંગ્રેસ એકબીજાને ભરી પીવાનાં મુડમાં

દેશભરમાં CAA મામલે વિરોધ કરી રહેલા તમામ વિપક્ષો અને તરફેણમાં જોવામાં આવી રહેલા સત્તાપક્ષ, આ મામલે એક બીજાને ભરી પીવાનાં મુડમાં હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. દિલ્હીમાં  JMIનાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે સંધર્ષ થતા મામલામાં ઉગ્રતાની આગની જુવાળ ઉત્તર-પૂર્વ અને પૂર્વોત્તરની સાથે સાથે દિલ્હી દરબાર સુધી ફેલાઇ ગઇ છે. દિલ્હી JMI […]

Top Stories India
jmi1 CAA/ જામિયા સંઘર્ષ મામલે ભાજપ-કોંગ્રેસ એકબીજાને ભરી પીવાનાં મુડમાં

દેશભરમાં CAA મામલે વિરોધ કરી રહેલા તમામ વિપક્ષો અને તરફેણમાં જોવામાં આવી રહેલા સત્તાપક્ષ, આ મામલે એક બીજાને ભરી પીવાનાં મુડમાં હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. દિલ્હીમાં  JMIનાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે સંધર્ષ થતા મામલામાં ઉગ્રતાની આગની જુવાળ ઉત્તર-પૂર્વ અને પૂર્વોત્તરની સાથે સાથે દિલ્હી દરબાર સુધી ફેલાઇ ગઇ છે.

દિલ્હી JMI મામલે કોંગ્રેસે ઝુકાવતા મામલો વધુ સંગીનતા પકડી રહ્યો છે. અને કોંગ્રેસ દ્વારા સરકાર ડરી ગણ હોવાની પણ વાત કહી દેવામાં આવી છે. તો સામે PM મોદી દ્વારા આ મામલે કોંગ્રેસ આગ ચંપી કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યાની સાથે સાથે તોફાનીને સાંખી નહીં લોવામાં આવે તોવુ પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. ત્રીજી તરફ TMC અને ચોથી તરફ CPI તેમજ તમામ વિરોધ પક્ષો દ્વારા CAAનો વિરોધ કરવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે.

જો કે, તમામ વિરોધ પક્ષો દ્વારા પોત પાતોની રીતે CAAને સુપ્રીમમાં તો પડકારવામાં આવ્યો જ છે, તો અનેક રાજ્યો દ્વારા કાયદો લાગુ કરવામાં પણ ના ભરવામાં આવી છે. ના ભરવામાં આવતા સરકાર દ્વારા સંવિધનમાં આવું કરવાનો રાજ્ય સરકારને કોઇ હક નથી તેવું સ્પષ્ટીકરણ પણ કરવામાં આવ્યું છે. તમામ હકીકતોને કારણે કડકડતી ઠંડીમાં દિલ્હી દરબારનાં રાજકારણમાં ભારે ગરમી જોવામાં આવી રહી છે.

દિલ્હી ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્યા પટનાયકને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા, આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન અને અન્ય સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીમાં “ગઈકાલે જામિયા મીલીયા ઇસ્લામીયા ખાતે થયેલા તોફાનોમાં” તેમની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો છે.

તો કોંંગ્રેસ દ્વારા આ મામલે ઇન્ડીયા ગેટ ખાતે પહલેથી જ ઘરણા કાર્યક્રમ ચાલી રહ્યો છે અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ દ્વારા સરકારને ઘરણાનાં માઘ્યમથી એડા હોથ લેવામાં આવી રહી છે. કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી દ્વારા તો સરકાર આ મામલે ડરી ગઇ હોવાની અને સાકાર ડરપોક હોવાની વાત પણ કરી દેવામાં આવી છે. ત્યારે આ મામલે જાર પણ મચક આપવાની તૈયારી ન હોય તેમ કોંગ્રેસ દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે. કોંગ્રેસનાં નેતા એ.કે. એન્ટોની દ્વારા જણાવવામાં આવ્યું કે, જામિયા મીલીયા ઇસ્લામીયા અને અલીગ મુસ્લિમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી અંગે પક્ષના પ્રતીકાત્મક વિરોધ પછી કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીની આગેવાનીમાં કેલા કોંગ્રેસ સહિતનાં વિપક્ષનાં નેતાઓ રાષ્ટ્રપતિને મળશે.

આમ CAA મામલામાં JMI અને AMU ભળા દિલ્હી દરબારનો ગરમારો હવે રાષ્ટ્રપતિ સુધી પહોંચવાની તૈયારીમાં છે. સરકાર બચાવમાં વ્યાસ્ત છે અને વિરોધ પક્ષો લડી લેવાનાં મુડ પર અકડ જોવા મળી રહ્યા છે, ત્યારે આવનાર સમયમાં CAA મામલે વધુ તણાવ ઉભા થાય તો નવાઇની વાત નહીં હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.