Not Set/ ગૃહમંત્રી પ્રદિપસિંહે જણાવ્યું પરીક્ષા રદ્દ થવાનું કારણ, હકીકતો રાખી લોકો સમક્ષ

ગુજરાત સરકાર દ્વારા લાખો વિદ્યાર્થીઓની લાગણીને ધ્યાનમાં લઈ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાનો નોંધનીય નિર્ણય લેવામાં આવ્યો છે. સંપૂર્ણ ચોક્સાઈ અને ચકાસણી સાથે મુખ્યમંત્રી વિજય રુપાણીએ લીધેલા આ નિર્ણયથી ફરી એકવખત સાબિત થઈ ગયું છે કે, સરકાર સંવેદનશીલની સાથે સચોટ પગલા પણ ત્વરીત લેવામાં ખચકાતી નથી. અસરકારક, ત્વરિત તેમજ ઝડપી નિર્ણયો લેવા આ સરકારની […]

Top Stories Gujarat
pradeepsing ગૃહમંત્રી પ્રદિપસિંહે જણાવ્યું પરીક્ષા રદ્દ થવાનું કારણ, હકીકતો રાખી લોકો સમક્ષ

ગુજરાત સરકાર દ્વારા લાખો વિદ્યાર્થીઓની લાગણીને ધ્યાનમાં લઈ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાનો નોંધનીય નિર્ણય લેવામાં આવ્યો છે. સંપૂર્ણ ચોક્સાઈ અને ચકાસણી સાથે મુખ્યમંત્રી વિજય રુપાણીએ લીધેલા આ નિર્ણયથી ફરી એકવખત સાબિત થઈ ગયું છે કે, સરકાર સંવેદનશીલની સાથે સચોટ પગલા પણ ત્વરીત લેવામાં ખચકાતી નથી. અસરકારક, ત્વરિત તેમજ ઝડપી નિર્ણયો લેવા આ સરકારની સૌથી મોટી ખાસિયત છે. સરકારનાં તમામ નિર્ણયોમાં અંતે લોકહિત જ કેન્દ્રસ્થાને હોય છે. કશે પણ કચાસ હોય, કોઈ પણ ઉણપ હોય કે એક પણ વ્યક્તિને અન્યાય થતો હોય તો સરકાર ક્યારેક કરુણામય તો ક્યારેક કઠોર નિર્ણય લેવામાં પણ પાછી પાની કરતા નથી, એટલે જ તો રાજ્યનાં ગૃહમંત્રી દ્વારા પરીક્ષા રદ્દ કરવાનાં નિર્ણય પાછળની હકીકતો પણ જાહેર કરી દેવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મામલે નિમાયેલી SITની તપાસમાં 10 જેટલા મોબાઈલ, સીસીટીવી સામે આવ્યા હતા, જેની FSL દ્વારા ચકાસણી કરવામાં આવી છે. સીસીટીવીમાં પરીક્ષાર્થીઓ એકબીજાને પૂછીને અને ચાલુ પરીક્ષાએ મોબાઈલમાં જોઈને જવાબો લખતા જોવા મળ્યા હતા. SITના અહેવાલ પછી સરકાર દ્વારા પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રદિપસિંહના કહેવા પ્રમાણે પેપર લીક કરવામાં સંડોવાયેલા શખ્સો સામે ગાંધીનગરમાં પોલીસ ફરિયાદ નોંધાશે. તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસ તપાસમાં જોડાશે. તેમ જે દોષિતો વિદ્યાર્થીઓ સામે FIR થશે, ત્રણ વર્ષ સુધી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.