Not Set/ સુરત જિલ્લાના પલસાણામાં આંશિક લોકડાઉન જાહેર

સુરત જિલ્લાના પલસાણામાં ફરી એક વખત વિકેન્ડ લોકડાઉન માટે જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે. પલસાણા ગ્રામ પંચાયત દ્વારા આગામી 1લી મે 2021, શનિવારથી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી શનિવાર અને રવિવારના રોજ આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય દિવસો દરમ્યાન સવારે 7 થી બપોરે 2 […]

Gujarat
123 125 સુરત જિલ્લાના પલસાણામાં આંશિક લોકડાઉન જાહેર

સુરત જિલ્લાના પલસાણામાં ફરી એક વખત વિકેન્ડ લોકડાઉન માટે જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે. પલસાણા ગ્રામ પંચાયત દ્વારા આગામી 1લી મે 2021, શનિવારથી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી શનિવાર અને રવિવારના રોજ આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય દિવસો દરમ્યાન સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી જ દુકાનો ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે. આ સ્વૈચ્છીક લોકડાઉન લાગુ રહેશે.

સુરત જિલ્લામાં કોરોનાની સ્થિતિ હજી સુધી સુધરી શકી નથી. જિલ્લાના પલસાણા વિસ્તારમાં પણ કોરોનાનો રાફડો ફાટયો હોય તેમ રોજના અનેક કેસો સામે આવી રહ્યા છે. હોસ્પિટલો પણ ઉભરાય રહી છે. ત્યારે ફરી એક વખત વિકેન્ડ લોકડાઉનનો સહારો લેવામાં આવ્યો છે. આ પરિસ્થિતી વચ્ચે પલસાણા ગ્રામ પંચાયત તેમજ વેપારીઓ દ્વારા ફરી વખત વિકેન્ડ આગામી 1લી મે 2021, શનિવારથી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી શનિવાર અને રવિવારના રોજ આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય દિવસો દરમ્યાન સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી જ દુકાનો ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે. આ સ્વૈચ્છીક લોકડાઉન લાગુ રહેશે. આ સમય દરમ્યાન આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો અને બજારો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.