બનાસકાંઠા/ ડ્રગ્સ ઇન્સ્પેકટર એસીબીના સકંજામાં સપડાયા

બનાસકાંઠામાં જિલ્લા ડ્રગ્સ ઇન્સ્પેકટર એસીબીના સકંજામાં સપડાયા. 5 હજારની લાંચ લેતા એસીબીએ છટકું ગોઠવી ઝડપ્યા. હોલસેલ અને રિટેલ દવાના વેચાણના લાઇસન્સ માટે લાંચ માગી હતી.

Gujarat Others
ડ્રગ્સ ઇન્સ્પેકટર બનાસકાંઠામાં જિલ્લા ડ્રગ્સ ઇન્સ્પેકટર એસીબીના સકંજામાં સપડાયા. 5 હજારની લાંચ લેતા એસીબીએ છટકું ગોઠવી ઝડપ્યા. હોલસેલ

બનાસકાંઠામાં જિલ્લા ડ્રગ્સ ઇન્સ્પેકટર એસીબીના સકંજામાં સપડાયા. 5 હજારની લાંચ લેતા એસીબીએ છટકું ગોઠવી ઝડપ્યા. હોલસેલ અને રિટેલ દવાના વેચાણના લાઇસન્સ માટે લાંચ માગી હતી. ડ્રગ ઈન્સ્પેક્ટરે વચેટિયા મારફત લાંચ માગી અને સ્વીકારતા ઝડપાયા હતા. એસીબીએ ડ્રગ ઇન્સ્પેકટર અને વચેટિયા સામે કાર્યવાહી હાથ ધરી

  • પાલનપુર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડ્રગ્સ ઈન્સ્પેક્ટર વતી લાંચ સ્વીકારતો વચેટિયો ઝડપાયો
  • દવાની દુકાન ધરાવતા વેપારીને લાયસન્સ ની અરજીમાં અભિપ્રાય આપવા લાંચ માંગી હતી

પ્રાપ્ત વિગતો અનુસાર પાલનપુરમાં દવાનું વેચાણ કરતા એક દુકાનદારે લાયસન્સ મેળવવા માટે કરેલી અરજીમાં અભિપ્રાય આપવા માટે પાલનપુર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડ્રગ્સ ઈન્સ્પેક્ટર ચિત્રાંગ ગિરીશભાઇ પટેલે રૂપિયા પાંચ હજારની લાંચની માંગણી ખાનગી વ્યકિત એટલે કે વચેટિયા એહસાનઅલી દાઉદઅલી તાકોડી મારફતે કરી હતી. જે બાબતે લાંચની માગણી મુજબની રકમ વેપારી આપવા માંગતા ન હોય તેઓએ આ બાબતે પાલનપુર એસીબી પી.આઈ એન.એ. ચૌધરીનો સંપર્ક કર્યોહતો.  એસીબીની ટીમે છટકું ગોઠવી ઉપરોક્ત વચેટિયાને ડ્રગ્સ ઈન્સ્પેક્ટર વતી લાંચ સ્વીકારતા ઝડપી પડ્યા હતા. અને બન્ને સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા બનાસકાંઠા જીલ્લામાં ગેરરીતી આચરતા લાંચિયા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

National/ કુમાર વિશ્વાસની સુરક્ષામાં વધારો, હવે તમને Y+ શ્રેણીની સુરક્ષા મળશે