Not Set/  જાપાન અને દક્ષિણ કોરિયામાં માથાદીઠ બેડની ઉપલબ્ધતા વધુ, યુ.એસ. છઠ્ઠા અને ભારત આઠમાં ક્રમાંકે

જાપાનમાં એક હજાર લોકો દીઠ હોસ્પિટલોમાં પથારીની ઉપલબ્ધતા 13 છે, જ્યારે દક્ષિણ કોરિયામાં 12.5 અને જર્મનીમાં આઠ છે. આ ત્રણ દેશો ટોપ -3 માં છે. આ કિસ્સામાં, મહાસત્તા દેશ રશિયા ચોથા સ્થાને, ફ્રાન્સ પાંચમા ક્રમે અને અમેરિકા છઠ્ઠા સ્થાને છે. રશિયામાં એક હજાર લોકો દીઠ સાત પથારી ઉપલબ્ધ છે, ફ્રાન્સમાં છ અને અમેરિકામાં ફક્ત ત્રણ

Health & Fitness Trending
Untitled 349  જાપાન અને દક્ષિણ કોરિયામાં માથાદીઠ બેડની ઉપલબ્ધતા વધુ, યુ.એસ. છઠ્ઠા અને ભારત આઠમાં ક્રમાંકે

હોસ્પીટલમાં માથાદીઠ પથારીની ઉપલબ્ધતા એ દેશના તબીબી વિકાસનું કેટલો છે એ દર્શાવે છે. પરંતુ આ કિસ્સામાં આપણા દેશની સ્થિતિ સારી તો નથી જ.

કોરોના રોગચાળાએ ઘણા સબક શીખવાડ્યા છે.  સૌથી મોટો પાઠ દેશની હોસ્પિટલોની દુર્દશા અને સંસાધનોની અછતને દૂર કરવાનો છે. પથારી, ઓક્સિજન, વેન્ટિલેટર અને અન્ય તબીબી ઉપકરણો અપૂરતા સાબિત થયા છે. આવી સ્થિતિમાં, તે જાણવું યોગ્ય રહેશે કે વૈશ્વિક સ્તરે હોસ્પિટલોમાં માથાદીઠ પથારીની ઉપલબ્ધતા શું છે. એક અહેવાલ મુજબ, જાપાન અને દક્ષિણ કોરિયા તેમાં ઉત્તમ હાલતમાં જોવા મળ્યા છે.

Flooded with calls for help, Pune Municipal Corporation struggles to  provide beds for Covid patients | Cities News,The Indian Express

એક અખબારમાં પ્રકાશિત અહેવાલ મુજબ, જાપાનમાં એક હજાર લોકો દીઠ હોસ્પિટલોમાં પથારીની ઉપલબ્ધતા 13 છે, જ્યારે દક્ષિણ કોરિયામાં 12.5 અને જર્મનીમાં આઠ છે. આ ત્રણ દેશો ટોપ -3 માં છે. આ કિસ્સામાં, મહાસત્તા દેશ રશિયા ચોથા સ્થાને, ફ્રાન્સ પાંચમા ક્રમે અને અમેરિકા છઠ્ઠા સ્થાને છે. રશિયામાં એક હજાર લોકો દીઠ સાત પથારી ઉપલબ્ધ છે, ફ્રાન્સમાં છ અને અમેરિકામાં ફક્ત ત્રણ.

આ રિપોર્ટનું બેઝ યર 2018 છે. જો કે, છેલ્લાં બે વર્ષોમાં, આ બધા દેશોમાં હોસ્પિટલોની સંખ્યા અને સુવિધાઓમાં થોડો સુધારો થયો છે. પરંતુ રોગચાળાના સમયગાળામાં, શું મહાસત્તા અને વિકસિત અને વિકાશશીલ બધા દેશો એક વિશાળ સંકટનો સામનો કરી રહ્યા છે.

Citing falling Covid-19 numbers & no occupancy, Madhya Pradesh closes Covid  care centres - The Economic Times

બ્રિટન અને ભારત તળિયે છે

બીજો વિકસિત અને મહાસત્તા ધરાવતો દેશ બ્રિટન આઠ દેશોના અધ્યયનમાં સાતમા ક્રમે  જોવા મળ્યો છે. 1000 લોકો દીઠ 2.5 પલંગ છે. સવાલ એ છે કે ભારતમાં આ દર 0.5. ટકા છે. એટલે કે, ભારતમાં દર એક હજાર લોકો માટે માત્ર અડધા પલંગની વ્યવસ્થા કરી શકાય છે.

Kerala: DYFI leader arrested for placing mobile phone inside washroom of  Covid care centre | India News,The Indian Express

પરિસ્થિતિ હવે બદલાઈ રહી છે પરંતુ છતાંય મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે

દેશમાં આયુષ્માન ભારત યોજના પછી સ્થિતી ધીરે ધીરે સુધરી રહી છે, પરંતુ તે હજુ પણ અપૂરતી છે. દેશની આરોગ્ય વ્યવસ્થા રોગચાળોનો ભાર સહન કરી શકતી નથી. તેથી જ, કોરોનાની બીજી તરંગ દરમિયાન, લાખો દર્દીઓ દરરોજ સામે આવી રહ્યા છે. અને હજારો લોકોને હોસ્પિટલોમાં પલંગ અને અન્ય સુવિધાઓ ની જરૂર હોય છે, તો પણ તે મળતું નથી.