Not Set/ ગુજરાતમાં આવતી કાલ થી આ 10 જીલ્લામાં થશે વેક્સીનેશનની શરૂઆત

ગુજારાતમાં કોરોના કેસ માં સતત વધારો થતો જોવા  મળી રહ્યો છે .ત્યારે સરકાર દ્વારા  કોરોના કેસને નિયત્રણમાં લાવવા માટેના અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે .ત્યારે સરકાર  દ્વારા ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મે થી રાજય ના 10 જીલ્લામાં 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી […]

Gujarat
Untitled 348 ગુજરાતમાં આવતી કાલ થી આ 10 જીલ્લામાં થશે વેક્સીનેશનની શરૂઆત

ગુજારાતમાં કોરોના કેસ માં સતત વધારો થતો જોવા  મળી રહ્યો છે .ત્યારે સરકાર દ્વારા  કોરોના કેસને નિયત્રણમાં લાવવા માટેના અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે .ત્યારે સરકાર  દ્વારા ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મે થી રાજય ના 10 જીલ્લામાં 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા  આ અંગે ની  જાહેરાત  કરવામાં આવી હતી . સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલથી યુવાનોના વેક્સીન આપવામાં આવશે.

સવારે 9 વાગ્યાથી 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સીન આપવામાં  આવશે10 જિલ્લાઓ જેવા કે  અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં યુવાનોને આવતીકાલથી વિનામૂલ્યે વેક્સીન મળશે.

નોધનીય છે કે જે  યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે યુવાનોને જ વેક્સિન અપાશે. જોકે, આ  ઉપરાંત એ પણ નોધ રાખવી કે સ્થળ પર રજીસ્ટ્રેશનની જોગવાઇ નથી. જેણે અગાઉથી રજિસ્ટ્રેશન કર્યું હસે તેને જ વેક્સીન મળશે.

ઉલ્લેખનીય છે જે યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તેમને SMS મળ્યો હોય તે યુવાનો જ વેક્સિન લેવા માટે જાય. ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી ખૂબ જ  સચોટ રીતે થઈ  રહ્યું  છે. એટલે આ કામગીરીમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેમજ કોઈ વેક્સીનતથી વંચિત ના રહે તેમનુ પણ  ધ્યાન રાખીને સરકાર ના કોરોના રસીકરણ અભિયાન માં  અવશ્ય રસીકરણ કરાવી લેવા પ્રજાજોગ અપીલ  કર્ચ્વામાં આવી છે  . તેમણે કહ્યું કે જે રીતે ગુજરાત રસીકરણના અગાઉના તબક્કાઓમાં દેશમાં અગ્રેસર રહ્યું છે. તે જ રીતે આ રસીકરણ અભિયાનમાં પણ ઉત્સાહપૂર્વક જોડાઈને દેશના ટોપ રાજ્યોમાં સ્થાન મેળવવાનો આપણો સંકલ્પ છે.